સરસ્વતી વંદના
માં સરસ્વતીને વિદ્યાની દેવી માનવામાં આવે છે, માં સરસ્વતી સાહિત્ય, સંગીત અને કલાક્ષેત્રે દેવીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે. જેમાં સરસ્વતી વીણા સંગીતની, પુસ્તક વિચારણાની અને મયૂર કલાની અભિવ્યકિત રૂપે વર્ણન છે.
સરસ્વતી વંદના આપણા હિન્દુ ધર્મમાં માતા સરસ્વતીને સમર્પિત એક પ્રાર્થના કરવામાં આવે છે. જે માતા સરસ્વતીને જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની દેવી ગણવામાં આવે છે. વિદ્યાની શરૂઆતમાં દરેક શાળા-મહાશાળાઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં માતા સરસ્વતીની પૂજા અને વંદના કરવામાં આવે છે. માં સરસ્વતીની પૂજા ખાસ કરીને વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે.
શ્લોક
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥
ભાષાંતર: હે, ભગવતી! જે સફેદ કમળ પર બિરાજમાન છે, જેના ગળામાં ફુલહાર ધારણ કરેલ છે. જે સફેદ કપડા ધારણ કરેલ છે, જેના હાથમાં વીણા અને પુસ્તક શોભાયમાન છે. જે બ્રહ્માજીની બાજુમાં સ્થાન ગ્રહણ કરેલ છે. જેની ભગવાન વિષ્ણુ અને શિવ-શંકર હંમેશા પૂજા કરે છે. જે તમામ જડતા અને અજ્ઞાનતાને દૂર કરે છે, એવા માતા સરસ્વતી અમારી રક્ષા કરો.
વિસ્તૃત વર્ણન: આ પ્રસ્તુત શ્લોકમાં માં સરસ્વતીની વંદના કરવામાં આવીછે. જેમાં માં સરસ્વતીને નમસ્કાર કરવામાં આવે છે. જે ચમેલીના ફૂલની જેમ શુદ્ધ અને સફેદ વસ્ત્ર ધારણ કરે છે, જે ચંદ્રની જેમ આપણને શીતળતા પ્રદાન કરે છે. માં સરસ્વતીના મુખની ચમક બરફનું તેજ અને મોતીની માળાની જેમ હોય છે. જે માં સરસ્વતીના હાથમાં વીણા ધારણ કરેલ એટલે કે એક તારવાળું વાદ્ય અને વરદાન આપનાર છે. હે માં સરસ્વતી ! શુદ્ધ સફેદ કમળ પર બિરાજમાન છે, જે સરસ્વતીને હંમેશા બ્રહ્મા, વિષ્ણુ, શિવ- શંકર અને અન્ય દેવતાઓ દ્વારા પૂજવામાં આવે છે. હે દેવી સરસ્વતી, તમે કૃપા કરીને મારી રક્ષા કરો અને મારામાં રહેલી સર્વ પ્રકારની અજ્ઞાનને દૂર કરો.
હે દેવી સરસ્વતી, તમે સૌંદર્યમંડિત છો. જેના ગાળામાં શુભ્ર ચંદ્ર સમાન શોભતી માળા છે. હે માં સરસ્વતી સુંદર જળબિન્દુ સમાન સફેદ સુંદર એવા વસ્ત્રો ધારણ કરેલ છે. જેના હાથમાં અતિ સુંદર વીણાદંડ શોભે છે, જે કમળના આસન પર બેસીને વીણા વગાડે છે. જે લોકો સફેદ કમળ પર બિરાજમાન માં સરસ્વતીને સદા વંદન કરે છે. જેને સર્વ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહ પૂજ્ય ભાવે પૂજવામાં આવે છે. હે મા સરસ્વતી દેવી! તમે સર્વ જનના પાપ અને અજ્ઞાનતાને દૂર કરી સમગ્ર બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાવજો.
શ્લોક
शुक्लां ब्रह्मविचार सार परमाम् आद्यां जगद्व्यापिनीम्।
वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्॥
हस्ते स्फटिकमालिकां विदधतीम् पद्मासने संस्थिताम्।
वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्॥
ભાષાંતર: હે શ્યામવર્ણી, આ સમગ્ર બ્રહ્માંડ જગતમાં વ્યાપ્ત થયેલી આદિશક્તિ, પરબ્રહ્મ વિશે ચિંતન અને મનન કરવું એને પરમ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરેક વ્યક્તિને ભયમાંથી મુક્તિ આપનાર, અજ્ઞાનીને જ્ઞાન પ્રદાન કરનાર, પોતાના હાથમાં વીણા, પુસ્તક અને માળા ધારણ કરનાર, પદ્માસનમાં બિરાજમાન અને બુદ્ધિ પ્રદાન કરનાર એવી માતા શારદા દેવીને હું વંદન કરું છું.
વિસ્તૃત વર્ણન : આ શ્લોકમાં ડવી સરસ્વતીની વાત કરવામાં આવી છે. આ સરસ્વતી દેવીને બીજા શારદા દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે છે. જેને ઋગ્વેદના સમયમાં નદીને “દેવી સરસ્વતી” ગણવામાં આવતી હતી. આ સરસ્વતીને માતા તરીકે વિશેષત: સરસ્વતી નદી માટે કહેવામાં આવે છે. સરસ્વતી એ બ્રહ્મા અને બ્રહ્મણીની પુત્રી જ્ઞાનયજ્ઞ દ્વારા જ્ઞાનનાઅંશ એટલે કે જ્ઞાનઅંશ તરીકે પ્રગટ થયેલ કહેવાય છે.
આ સરસ્વતી દેવીને વીણા, સાહિત્ય, સંગીત, કળાની દેવી માનવામાં આવે છે. આ સરસ્વતી દેવીમાં વિચારણા, ભાવના તથા સંવેદનાનો ત્રિવિધ સમન્વય રહેલો હોય છે. માં સરસ્વતીના હાથમાંનાં પ્રતિકો આ પ્રમાણે છેઃ હાથમાં ધારણ કરેલ વીણા સંગીતનું, પુસ્તક વિચારણાનું અને મયૂર વાહન અને કલાની અભિવ્યક્તિ કરે છે. અહીં, લોકો દ્વારા થતી ચર્ચામાં સરસ્વતી દેવીને શિક્ષાની દેવી માનવામાં આવે છે. અહીંયા, સર્વે શિક્ષણ સંસ્થાઓમાં વસંત પંચમીના દિવસે માં સરસ્વતી દેવીનો જન્મ દિન સમારોહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પશુને મનુષ્ય બનાવવા માટેનું – આંધળાને નેત્ર મળવાનો શ્રેય સરસ્વતી દેવીને આપવામાં આવે છે. અહીં કહેવાય છે કે મનનથી મનુષ્ય બને છે. આ મનન એ બુદ્ધિનો વિષય છે.
આ સમગ્ર જગતમાં પ્રાપ્ત થયેલ ભૌતિક પ્રગતિનું શ્રેય મનુષ્યના બુદ્ધિ-વર્ચસ્વને આપવાનું અને એને સરસ્વતી દેવીના અનુગ્રહ તરીકે માનવાનું સર્વ શ્રેષ્ઠ અને ઉચિત પણ છે. આ ઉપલબ્ધિ મળ્યા વગર દરેક મનુષ્યને નર-વાનરની જેમ વનમાનવ જેવું જીવન વિતાવવાની ફરજ પડે છે. આ શિક્ષણની ગરિમા-બૌદ્ધિક વિકાસની આવશ્યકતા જન-જનને સમજાવવાને બદલે માં સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. આ પ્રકારના અન્તરને કારણે ગાયત્રી મહાશક્તિ અંતગર્ત બુદ્ધિ પક્ષની આરાધના કરવી જોઈએ.
Read more: https://takshlifes.com/lord-ganeshs-5-mantras-meaning/
https://takshlifes.com/lord-shivas-mantr-meaning
સરસ્વતી વંદનાનું મહત્વ
માં સરસ્વતીને વિદ્યાની દેવી માનવામાં આવે છે, માં સરસ્વતી સાહિત્ય, સંગીત અને કલાક્ષેત્રે દેવીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે. જેમાં સરસ્વતી વીણા સંગીતની, પુસ્તક વિચારણાની અને મયૂર કલાની અભિવ્યકિત રૂપે વર્ણન છે.
જ્ઞાન અને બુદ્ધિનું સંવર્ધન –સરસ્વતી વંદના દ્વારા વિદ્યા અને બુદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરવામાં આવે છે. માતા સરસ્વતીને નમસ્કાર કરવાથી તમારી વિદ્યા, બુદ્ધિ અને યાદશક્તિ વધે છે. જે વિદ્યાર્થીઓ અને જ્ઞાનપ્રેમીઓ માટે ખૂબ જ મહત્વનું છે.
અજ્ઞાન અને અંધકારથી મુક્તિ – સરસ્વતી માતા અજ્ઞાન અને અંધકારનો નાશ કરીને મનુષ્યના જીવનને વિદ્વાન અને સુજ્ઞ બનાવે છે. માતા સરસ્વતીને વિદ્યા અને પ્રકાશની દેવી માનવામાં આવે છે. તેથી માતા સરસ્વતીની વંદનાથી અજ્ઞાન અને અંધકાર દૂર થાય છે.
વાણી અને સંપ્રેષણ શક્તિમાં સુધારો – માતા સરસ્વતીને વાણીની દેવી માનવામાં આવે છે. માતા સરસ્વતીની કૃપાથી દરેક મનુષ્યને મીઠી, સ્પષ્ટ અને તર્કસંગત વાણી પ્રાપ્ત થઈ છે. જે દરેક મનુષ્યના ઉદ્ગાર અને સંચાર માટે ખૂબ જ અગત્યનું છે.
સંગીત, કલા અને સાહિત્યમાં પ્રગતિ – સરસ્વતી દેવી સંગીત, ચિત્રકલા, નાટ્યકલા અને સાહિત્યની સૌને શક્તિ પ્રદાન કરે છે. તેથી માતા સરસ્વતીની કલાકારો, ગાયક અને લેખકો ઉપાસના કરતા હોય છે.
કલા અને સંગીત માટે પ્રેરણા: જે લોકો સંગીત, કલા અથવા લેખન ક્ષેત્રે કાર્યરત હોય છે, તેઓ માટે માતા સરસ્વતી પ્રેરણાદાયી બની રહે છે.
મન અને ચિત્તની શાંતિ – સરસ્વતીની વંદના કરવાથી મનુષ્યનું મન શાંત અને કેન્દ્રિત થાય છે. જે મનુષ્યના ધ્યાન અને અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. સરસ્વતીની પ્રાર્થનાથી દરેક મનુષ્યના મનને શાંતિ અને વિદ્યા પ્રત્યેનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.
ધર્મ અને સંસ્કૃતિની રક્ષા – માતા સરસ્વતીની આરાધના કરવાથી સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત રહે છે. આપણા સમાજમાં શાસ્ત્રો અને ધર્મનું મહત્ત્વ કાયમ માટે ટકી રહે છે.
અહીં, આપણે ત્યાં દરેક શાળા- મહાશાળાઓમાં સરસ્વતીની વંદનાથી શિક્ષણકાર્યનો શુભારંભ શરૂઆત કરવામાં આવે છે. આ શિક્ષણની શરૂઆત કરતા પહેલા જ માં સરસ્વતીની વંદના કરવામાં આવે છે. દરેક શાળા- મહાશાળાઓમાં માં સરસ્વતીનો ફોટો મૂકી તેનું પૂજા અર્ચના કરવામાં આવે છે. સરસ્વતીને વિદ્યા, સાહિત્ય, સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે. જે સરસ્વતીના હાથમાં વીણા સંગીતની, પુસ્તક વિચારણાની અને મયૂર કલાની અભિવ્યકિત રૂપે છે. દરેક શિક્ષણ સંસ્થાઓમાં વસંતપંચમીના દિવસે ધામધૂમથી સરસ્વતીનો જન્મ દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે સરસ્વતી વંદના ઠેકાણે ઠેકાણે ગાવામાં આવે છે. અહીં, પશુને મનુષ્ય બનાવવાનું શ્રેય શિક્ષણને આપવામાં આવે છે. જેના મનનથી મનુષ્ય બને છે. મનન બુદ્ધિનો વિષય છે. જે સરસ્વતી દેવીએ આપેલ છે.
આ સમગ્ર જગતમાં પ્રાપ્ત થયેલી ભૌતિક પ્રગતિનું શ્રેય મનુષ્યના બુદ્ધિબળને આપવામાં આવે છે. માં સરસ્વતીની કૃપાથી જ મનુષ્ય માટે વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કરવું સર્વથા સૌથી ઉચિત માનવામાં આવે છે. લોકોને શિક્ષણની મહત્તા અને મગજના બૌદ્ધિક વિકાસની આવશ્યકતા હોય છે. જે દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે સરસ્વતી વંદના અને પૂજા-અર્ચના કરવાની પરંપરા લોકોમાં અપનાવવામાં આવી રહી છે. દરેક મનુષ્યમાં રહેલી કલ્પના શક્તિનો અભાવ, ઉણપ હોય, જે તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લઈ શકવો, આળસીપણું, વિસ્મૃતિ અને અરુચિ જેવા કારણો મનુષ્યને એક માનસિક દૃષ્ટિએ અસમર્થ બનાવી શકે છે. આ ઉણપો અને અભાવની સ્થિતિઓને દૂર કરવા માટે માં સરસ્વતીની સાધના એ એક આધ્યાત્મિક ઉપચાર તરીકે સાબિત થાય છે.
અહીં, મા સરસ્વતીને વિદ્યાની દેવી ગણવામાં આવે છે. જે માં સરસ્વતી આપણને સૌને વિદ્યામય જ્ઞાનયુક્ત જીવન આપે છે. આ વિદ્યાને શાસ્ત્રકારો પોતાની કલ્પના સાથે સરખાવતાં કહે છે: ‘જે માતાની જેમ રક્ષણ કરનાર છે, પિતાની જેમ હિતકાર્યમાં જોડનાર છે, કાન્તાની માફક તમને રમાડીને દુ:ખ દૂર કરનાર છે, માં લક્ષ્મીની વૃદ્ધિ કરનાર અને સર્વત્ર જગતમા એ કીર્તિ ફેલાવનાર વિદ્યા કલ્પલતા સમાન છે.’ વિદ્યા મનુષ્યના મનને કેળવે છે. મનુષ્યમાં સંસ્કારોનું સિંચન કરે છે. મનુષ્યની બુદ્ધિનો વિકાસ કરે છે.
‘જે મુક્તિ અપાવે તે વિદ્યા.’ આ વિદ્યાનું મહત્ત્વ સમજાવતાં જાણીતા લેખક કાકા કાલેલકરે કહ્યું છે: “શરીરને રોગો અને દુર્બળતાથી દૂર કરે છે. બુદ્ધિને અજ્ઞાાન અને ખોટા વિચારોથી દૂર કરે છે, કર્મેન્દ્રિયોને જડતાથી દૂર કરે છે, હૃદયને કઠોરતાથી મુક્ત કરે છે, આત્માને અહંકારથી મુક્ત કરે છે તે વિદ્યા.” આ વિદ્યા પ્રાપ્તિ એ એક સાધના છે. એ જ રીતે એક કહેવત છે કે”સિદ્ધિનું સરોજ સાધનાના સરોવરમાં સુહાય.” દરેક માણસે આમ પોતાના જીવનમાં તેજસ્વિતા લાવવા માટે મા સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ.
મા સરસ્વતીને કોટિ કોટિ વંદન!
Disclaimer: આ ઉપરોક્ત આર્ટિકલમાં બતાવવામાં આવેલ તમામ પ્રકારની માહિતી સાહિત્ય આધારિત છે. જેની વધુ જાણકારી માટે યોગ્ય લેખક કે તજજ્ઞ વ્યક્તિની સલાહ લેવી.