Site icon takshlifes.com

ગણેશજીના પાંચ મહામંત્ર | Lord Ganesha’s five Mantras

ganpati-5-mantras-meaning

ganpati-5-mantras-meaning

પ્રસ્તાવના

ગણેશ એ ભગવાન શિવજી અને પાર્વતીના પુત્ર છે. ગણેશજીનું મુખ્ય વાહન ‘મૂષક’ છે. ગણેશજી ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ “ગણપતિ” પણ છે.
ગણેશજીનું હાથી જેવું શિશ હોવાને કારણે તેમને “ગજાનન” પણ કહે છે. ગણેશજી સર્વ દુઃખોનો નાશ કરનારા હોવાથી તેમને હિન્દુ ધર્મના લોકો દ્વારા દરેક શુભકાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે, તો ચાલો આજે આપણે આ વિઘ્નહર્તા ગણેશજીના પાંચ શ્લોકો અને તેના અર્થ વિશેની માહિતી જાણીએ…

ગણેશજીના પાંચ મહામંત્ર

૧.वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥

ભાષાંતર : તમે વાકી સૂંઢવાળા અને મહાન એવા મોટા શરીર વાળા છો. તમે કરોડો સૂર્ય સમાન તેજ ધરાવો છો. હે! ભગવાન ગણેશ! અમારા બધા જ કામ હંમેશા તમે વિઘ્ન વગર પુરા થાય એવી કૃપા કરો.

વિસ્તૃત વર્ણન: આ શ્લોકમાં ભગવાન ગણપતિ મહારાજની વાત કરવામાં આવી છે. ગણપતિ વાકી સૂંઢવાળા છે. તે વિશાળ એવા મોટા અને મહાન શરીર વાળા છે. જે ગણપતિ કરોડો સૂર્યના પ્રકાશ સમાન તેજ ધરાવે છે. હે ગણપતિ મહારાજ! તમે અમારા બધા જ કાર્ય દુઃખ, સંકટ અને મુશ્કેલી વગર તેને પૂર્ણ કરવાની કૃપા અમારા પર કરો…

૨- विघ्नेश्वराय वरदाय सुरप्रियाय
लम्बोदराय सकलाय जगद्धितायं।
नागाननाथ श्रुतियज्ञविभूषिताय
गौरीसुताय गणनाथ नमो नमस्ते॥

ભાષાંતર: દરેક વિઘ્ન દૂર કરનાર ભગવાન ગણેશ, વર આપનાર, દેવતાઓના પ્રિય એવા લંબોદર, સર્વ કળાઓથી પરિપૂર્ણ, જગતનું હિત કરનાર, હાથીની જેવા મુખવાળા અને વેદ તથા યજ્ઞથી વિભૂષિત આ પાર્વતી પુત્રને નમસ્કાર! હે ગણનાથ, તમને અમારા નમસ્કાર હજો.

વિસ્તૃત વર્ણન:આ શ્લોકમાં ભગવાન ગણેશની વાત કરવામાં આવી છે. ભગવાન ગણેશનું અલગ- અલગ નામથી સંબોધન કરવામાં આવ્યું છે.જેમ કે, ભગવાન ગણેશજીને વિઘ્નેશ્વર, લંબોદર, હાથી જેવા મુખવાળા, પાર્વતીના પુત્ર અને ગણનાથ આ નામોથી ગણેશજીની વાત કરવામાં આવી છે. ભગવાન શ્રી ગણપતિ વિઘ્નહર્તા એટલે કે સર્વ દુઃખોનો નાશ કરનાર છે, ભગવાન ગણેશ દેવતાઓના પ્રિય છે, તે દરેક કળાઓમાં પરિપૂર્ણ છે, તે જગતના પાલનહાર છે, તે વેદ તથા યજ્ઞને જાણનાર છે તેવા પાર્વતી પુત્ર ગણપતિને નમસ્કાર હજો. હે ગણપતિ ભગવાન તમને અમારા નમસ્કાર હજો…

૩. अमेयाय च हेरम्ब परशुधारकाय ते ।
मूषक वाहनायैव विश्वेशाय नमो नमः ॥

ભાષાંતર: હે હેરંબ! તમને કોઈ પ્રમાણ દ્વારા માપી શકાતા નથી.
તમે પરશુ ધારણ કરનાર છો. મૂષક તમારું વાહન છે, તમે વિઘ્નેશ્વરને અમારા વારંવાર નમસ્કાર હજો.

વિસ્તૃત વર્ણન: આ શ્લોકમાં ભગવાન ગણપતિનાં પ્રમાણની વાત કરવામાં આવી છે. જેના કોઈ પ્રમાણ માપી શકાતા નથી. જે ભગવાન પરશુ ધારણ કરનાર છે. જેનું વાહન મૂષક છે. એવા વિઘનેશ્વરને અમારા સૌના વારંવાર નમસ્કાર હજો.

૪. एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः ।
प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥

ભાષાંતર: જેમનો એક દાંત અને સુંદર એવું મુખ છે. જે શરણમાં આવેલ ભક્તજનોના રક્ષક તથા પીડિતજનોની પીડાનો નાશ કરનાર છે. તેવા શુદ્ધ સ્વરૂપ ગણપતિને વારંવાર નમસ્કાર છે.

વિસ્તૃત વર્ણન: આ શ્લોકમાં ગણપતિ મહારાજની વાત કરવામાં આવી છે. ભગવાન ગણપતિ જેમનો એક દાંત આખો અને એક દાંત તૂટેલો છે. એક આખો દાંત પ્રેરણા અને એક તૂટેલો દાંત બુદ્ધિ શીખવે છે. તેમનું મુખ ખૂબ સુંદર છે. જે ભગવાન ગણપતિની શરણમાં આવે છે તે સર્વના તે રક્ષક છે. ભગવાન ગણપતિ ભાવિ ભકતજનોની સેવા અને પીડિતોની પીડાનો નાશ કરે છે. તેવા ગણપતિ મહારાજને અમારા વારંવાર નમસ્કાર હજો.

૫. एकदंताय विद्‍महे।
वक्रतुण्डाय धीमहि।
तन्नो दंती प्रचोदयात।।

ભાષાંતર: એક દંતને અમે જાણીએ છીએ. એવા વાકી સૂંઢવાળા ભગવાન ગણેશનું અમે ધ્યાન ધરીએ છીએ. તેવા (દંતી) ગજાનંદ ભગવાન અમને પ્રેરણા આપે છે.

વિસ્તૃત વર્ણન: આ શ્લોકમાં ભગવાન ગણપતિની વાત કરવામાં આવી છે. ભગવાન ગણેશજીના બે દાંતમાંથી એક દાંત આખો અને એક દાંત ટૂટેલો છે. તેથી, ગણપતિને એકદંતાય તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન ગણપતિની વાકી સૂંઢ છે, એવા ભગવાન ગણેશનું અમે સૌ ધ્યાન ધરીએ છીએ. એવા આ ગણપતિ ભગવાન અમને સૌને પ્રેરણા પ્રદાન કરે છે.

Exit mobile version