Site icon takshlifes.com

ગુરુ પૂર્ણિમા 2024 | Guru purnima 2024

ગુરુ પૂર્ણિમા (Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा)

ગુરુ પૂર્ણિમા એ હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો એક તહેવાર છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમા 2024

આપણા હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથમાં મહાભારતના રચયિતા વેદવ્યાસ છે. આ દિવસે વેદવ્યાસનો જન્મદિવસ હોવાથી તેમના માન-સન્માનમાં ગુરુ પૂર્ણિમાને “વ્યાસ પૂર્ણિમા” ના નામથી પણ ઓળખવામાં આવે છે.

Guru Purnima 2024

આપણા હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અહીં, આપણા હિન્દુ ધર્મમાં વૈદિક પંચાંગ મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની તિથિ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તિથિને અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને વેદવ્યાસ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસને વેદવ્યાસજીના જન્મ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા પાઠ અને વ્રત કરવાથી દરેક વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

દર વર્ષે આપણે સૌ હિન્દુ ધર્મના લોકો દ્વારા ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પુનમનાં દિવસે ઉજવવામાં આવે છે. આ પૂનમના દિવસને ‘ગુરુ પૂર્ણિમા’ અને “અષાઢ પૂર્ણિમા” પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂનમના દિવસે વેદવ્યાસનો જન્મ થયો હતો. તેથી આ પૂનમના દિવસને વેદવ્યાસની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ સાથે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ રહ્યું છે.

ગુરુ પૂર્ણિમાની તારીખ અને સમય

આપણા હિન્દુ ધર્મના વૈદિક પંચાગ મુજબ અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. આ પૂનમની તિથિનો સમય પ્રારંભ 20 જુલાઈએ સાંજે 6.01 વાગ્યથી શરૂ થઈ રહ્યો છે અને 21 જુલાઈએ બપોરે 3.46 વાગ્યે સમાપ્ત થશે. આપણા શાસ્ત્રો મુજબ ઉદયા તિથિથી તહેવાર મનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો 21મી જુલાઈએ પૂનમનું વ્રત કરતા હોય છે અને લોકો દ્વારા 21મીએ ગુરુની પૂર્ણિમાનું દાન પૂણ્ય પણ કરવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમા સર્વાર્થ સિદ્ધિ યોગમાં છે

આપણા હિન્દુ ધર્મમાં પંચાગ મુજબ આ વર્ષે ગુરુ પૂર્ણિમાના એટલે કે પૂનમના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગનો સમય સવારે 5.37 વાગ્યાથી શરૂ થશે અને તે મોડી રાત્રે 12.01 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન પૂનમના દિવસે તમે દાન-પુણ્ય કરી શકો છો.

ગુરુ પૂર્ણિમાં ક્યારે છે?

આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21મી જુલાઈ 2024ના રોજ છે અને આ પૂનમના દિવસે તેને ઉજવવામાં આવશે. આ ગુરુ પૂર્ણિમાનો સમય તારીખ 20 જુલાઈના રોજ સાંજે 5:59 વાગ્યાથી શરૂ થશે. તે 21 જુલાઈના રોજ બપોરે 3:46 કલાકે સમાપ્ત થશે.

આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ પૂર્ણિમાનું વ્રત ચંદ્રોદય વ્યાપિની પૂર્ણિમા તિથિએ જ કરવામાં આવે છે. આ પૂનમના દિવસે તિથિએ ગુરુ પૂર્ણિમાની તિથિ આવે છે, ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પર્વ એ લોકો દ્વારા રાત્રિ દરમિયાન ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે. આવી, સ્થિતિમાં 20મી જુલાઈએ પૂનમના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે અને 21મીએ ગુરુની પૂર્ણિમાના દિવસે લોકો દ્વારા ગરીબોને દાન, પુણ્ય વગેરે કરવામાં આવશે.

Read more:

ગુરુ પૂર્ણિમા કેવી રીતે મનાવવામાં આવે છે?

આપણા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું એક ખાસ વિશેષ મહત્વ છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે પૂનમની તિથિના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમા દિવસે હિન્દુ ધર્મના લોકો આ પૂર્ણિમાના દિવસને ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. આ મહર્ષિ વેદવ્યાસે જ મહાભારત નામના મહાકાવ્યની રચના કરી હતી. તેથી, આ મહર્ષિ વેદવ્યાસને સનાતન ધર્મના પ્રથમ ગુરુ માનવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમા પૂજાવિધિ

ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ.

સૌપ્રથમ ભગવાન વિષ્ણુની મૂર્તિને પંચામૃતથી અભિષેક કરવો, સ્નાન કરાવવું અને તેમને પીળા વસ્ત્રો અર્પણ કરવા.

આ પછી ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક લગાવવું અને આ પૂર્ણિમાના વ્રતની પ્રતિજ્ઞા લેવી.

ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી અને વેદવ્યાસજીની પણ પૂજા અર્ચના કરવી.

આ પછી, પૂનમના દિવસે ગુરુ ચાલીસાનો પાઠ કરવો અને તે સાથે, ગુરુ પૂર્ણિમાના વ્રત કથાનો પાઠ કરવો અને સાંભળવો.

ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને વેદવ્યાસજીને મીઠાઈ, ફળ, ફૂલ અને પ્રસાદમાં ખીર વગેરે અર્પણ કરવું.

અંતે આ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની આરતી કરવી અને પ્રસાદનો ભોગ ધરાવવો.

ગુરુ પૂર્ણિમાનું મહત્વ

આપણા હિન્દુ ધર્મમાં પૌરાણિક માન્યતાઓ અનુસાર, ગુરુ પૂર્ણિમાને મહર્ષિ વેદવ્યાસના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે મહર્ષિ વેદવ્યાસે આ મહાભારત નામના મહાકાવ્યની રચના કરી હતી. તેથી આ દિવસને “વ્યાસ પૂર્ણિમા” પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વેદવ્યાસએ ચાર વેદોની રચના પણ કરી હતી. આ પૂર્ણિમાના દિવસે ગુરુ પોતાના શિષ્યોને દીક્ષા પણ આપે છે. આ પૂર્ણિમાના દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરુની પૂજા કરે છે.

ગુરૂ પૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વ્યાસજીનો જન્મ દિવસ છે. આ વેદવ્યાસ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. તેમને ચાર વેદોની રચના પણ કરી હતી. તે ખુશીમાં આખો સંસાર આ પવિત્ર દિવસ અષાઢી પૂનમને “ગુરૂ પૂર્ણિમા”તરીકે ઉજવે છે.

ગુરૂ પૂર્ણિમાને “વ્યાસ પૂર્ણિમા” પણ કહે છે.

ગુરૂ પૂર્ણિમાની ઉજવણી આપણા સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. ભારતના તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરૂ સ્થાનોમાં ગુરૂમૂર્તિની પૂજા કરવામાં આવે છે, તેમજ ચરણ પાદૂકાની પંચોપચારથી પૂજા સભાઓ થાય છે. ભક્તો, સાધક, શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. તે ઉપરાંત, આ પૂર્ણિમાના દિવસે ગુરૂ પરંપરાને યાદ કરી ગુરુને નમન કરવામાં આવે છે. ગુરૂની આ પવિત્ર પ્રસાદી અને આશીર્વાદ સ્વરૂપ તમામ દેવમંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન પણ થાય છે.

અહીં કહેવાય છે કે “ગુરુ વિના જ્ઞાન નહીં” અર્થાત આપણા જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિને પ્રભુનું શરણ જરૂરી છે. આ પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. આથી, આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર એક માત્ર “ગુરુ” છે. 

ગુરુનું મહત્વ

આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા હિન્દુ ધર્મમાં ગુરુ એક આગવું સ્થાન ધરાવે છે. ગુરુ પોતાના આચરણ દ્વારા તેમના દરેક શિષ્યના જીવનમાં તેમની જિંદગીનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. જેને સંસ્કૃતમાં કહેવાય છે,“આચાર્ય દેવો ભવ:”

ગુરુ વિશે શ્લોક:–

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥

ભાષાંતર: ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ દેવોના દેવ મહાદેવ છે, જે વિનાશના પ્રતીક છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા છે, તેવા ગુરુને મારા સાક્ષાત નમસ્કાર હજો.

ગુરુ શબ્દ એ બે શબ્દો મળીને બનેલો શબ્દ છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર. ગુરુ એટલે તમને જીવનના અંધકારમાંથી દૂર કરી પ્રકાશ તરફ લઈ જનાર. ગુરુ એટલે સાચા પથદર્શક, સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક.

આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ, અંધકાર દૂર કરનાર. અહીં, એનો મતલબ બે અક્ષરોથી મળીને બનેલા ‘ગુરૂ’ શબ્દનો અર્થ થાય છે: ‘ગુ’ મતલબ અંધકાર અને ‘રૂ’ મતલબ તેને દૂર કરનાર. દરેક શિષ્યના જીવનમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર એટલે ગુરુ. ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ હોય છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ હોય છે, ગુરૂ એ છે કે જે શિષ્યમાં રહેલી અજ્ઞાનતા દૂર કરે છે. ગુરૂ એ છે જે તમને ધર્મનો સાચો માર્ગ બતાવે છે. ગુરુ તમને મોક્ષનો સાચો રસ્તો બતાવનાર ભોમિયો માણસ હોય છે.

મનુષ્યનો પ્રથમ ગુરૂ તેને જન્મ આપનાર અને સંસ્કાર આપનાર માતા હોય છે. એ પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ મહત્વ ધરાવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો મુખ્ય જ્ઞાન છે. આ જ્ઞાન મેળવવા માટે દરેકના જીવનમાં ગુરુનું સ્થાન હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

Read more:

ગુરુ વિશે દુહો:–

“ગુરુ ગોવિંદ દોનો , ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “.

આ દુહામાં સંત કબીરજીએ ગુરુના મહિમા વર્ણવ્યો છે. ગુરુનો મહિમા બતાવતાં કહ્યું છે કે, એક બાજુ ગુરુ છે અને બીજી બાજુ સાક્ષાત ભગવાન ઊભા હોય છે, ત્યારે આપણે દુવિધામાં પડી જઈએ કે પહેલા કોને પગે લાગું. ત્યારે આપડે પહેલા ગુરુને જ વંદન કરવા જોઈએ. જેમણે, તમને જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો છે. આપણે ગુરુના આભારી છે. જેમણે આપણું જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે.

અંતે, ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે તમારા જે ગુરુ હોય તે ગુરુનો આદર કરો અને નમન કરો. આ એક નાનું પગલું આપણને ગુરુ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે.

આભાર સાથે મારા સર્વ ગુરુઓને વંદન.

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલ માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. જેની વધુ જાણકારી માટે યોગ્ય તજજ્ઞની માહિતી લેવી.

Exit mobile version