પ્રસ્તાવના
ગણેશ ચતુર્થી તે રાષ્ટ્ર ભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર તે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર એ વિઘ્નહર્તા, મંગલકર્તા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિતે ઉજવામાં આવે છે. આ તહેવાર ૧૦ દિવસ સુધી ઉજવાય છે.
ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સૌથી પવિત્ર હિન્દુ તહેવારો માંથી એક છે. જે ભગવાન ગણેશના જન્મ પ્રસંગે ઉજવવામાં આવે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્રને શાણપણ અને સમૃદ્ધિના સર્વોચ્ચ દેવ તરીકે જોવામાં આવે છે.
ગણેશ ચતુર્થી વિશે માહિતી
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે.
આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. આ તહેવારમાં આનંદ અને ઉલ્લાસ છે જે આ 11 દિવસ લાંબી ઉજવણી સાથે આવે છે. આ શુભ પ્રસંગે લોકો વિઘ્નહર્તા, ભગવાન ગણેશની પૂજા કરે છે. સ્કંદ પુરાણ, નારદ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ ભગવાન ગણેશનો મહિમા કરવામાં આવ્યો છે.
ભગવાન ગણેશના વિદાયના દિવસને અનંત ચતુર્દશી કહેવામાં આવે છે, જે દિવસે આ 11 દિવસનો તહેવાર સમાપ્ત થાય છે. ભગવાન ગણેશની મૂર્તિને વહન, સંગીત, ભક્તિ ગીતો, નૃત્ય અને રંગો સાથે શોભાયાત્રા કાવામાં આવે છે. ભક્તો પવિત્ર નદી જેવી નજીકના જળાશયોમાં મૂર્તિઓનું વિસર્જન કરે છે. એવું માનવામાં આવે છે કે માટીની મૂર્તિઓ પાણીમાં ઓગળી જાય છે અને ભગવાન ગણેશ કૈલાસ પર્વત પર પાછા ફરે છે.
ગણેશજીની પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર, માતા પાર્વતી સ્નાન કરતા પહેલા ચંદન લગાવી રહ્યા હતા. આ ઉકાળાથી તેણે ભગવાન ગણેશને તૈયાર કર્યા અને તેમને દરવાજાની બહાર સુરક્ષા માટે બેસાડ્યા. આ પછી, માતા પાર્વતીએ સ્નાન કરવાનું શરૂ કર્યું. ભગવાન શિવ ઘરે પહોંચ્યા, ત્યારે ભગવાન ગણેશજીએ તેમને ઘરમાં પ્રવેશ કરતા અટકાવ્યા, જેનાથી ક્રોધિત થઇને ભગવાન શિવે તેમના ત્રિશુળથી ગણેશજીનું માથુ વાઢી નાખ્યુ. માતા પાર્વતીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ દુ:ખી થઈ ગઈ. આ પછી, ભગવાન શિવએ તેમને વચન આપ્યું હતું કે તેઓ ગણેશજીને ફરીથી જીવંત કરશે.
ભગવાન શિવએ તેમના ગણને ગણેશજીનું માથું શોધવા કહ્યું. પરંતુ માથુ ન મળતા મહાદેવે હાથીના બચ્ચાના શિશને ગણેશજીના ધડ સાથે જોડી તેમને સજીવન કર્યા. માન્યતાઓ અનુસાર આ ઘટના ચતુર્થીના દિવસે ઘટી હતી. તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થી કેમ મનાવવામાં આવે છે?
ભારત ઉત્સવોનો દેશ છે. ભારતમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે, જેમાંથી ગણેશોત્સવ મુખ્ય તહેવારોમાંથી એક છે. આ દિવસે ભગવાન ગણેશનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. ભગવાન ગણેશને જ્ઞાન, બુદ્ધિ, અને સારા ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આ પર્વને વિનાયક ચતુર્થીના નામે પણ જાણવામાં આવે છે. આ મહોત્સવનું ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઘણું મહત્વ છે.
ગણેશ ચતુર્થીનો ઈતિહાસ શું છે?
ગણેશ ઉત્સવનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. ગણેશજીને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે. તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ ઉત્સવની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજે પુનામાં કરી હતી. શિવાજી મહારાજે ખૂબ જ ઉત્સાહ સાથે ગણેશોત્સવની શરૂઆત કરી હતી, તેમણે આ ઉત્સવ દ્વારા જનજાગૃતિ ફેલાવી હતી.
ગણેશ ચતુર્થીને સૌથી પહેલા મહારાજ છત્રપતિ શિવાજીએ મરાઠા ક્ષેત્રમાં મનાવી હતી. ગણેશ ચતુર્થી સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના પુત્રના રૂપે ગણેશજીની ઓળખ સ્થાપિત થઈ હતી.
આઝાદીના પ્રણેતા લોકમાન્ય તિલક, સાર્વજનિક ગણેશોત્સવની પરંપરાથી ખૂબ પ્રભાવિત હતા અને 1893માં તેને આઝાદીનો દીવો પ્રગટાવતા સામયિક ‘કેસરી’માં દર્શાવવામાં આવ્યો હતો. તેમણે તેમના સામયિક ‘કેસરી’ના કાર્યાલયમાં તેની સ્થાપના કરી અને લોકોને તેમની પૂજા-અર્ચના કરવા વિનંતી કરી, જેથી રાષ્ટ્રની આઝાદીમાં આવતા અવરોધોનો નાશ થયો.
લોકમાન્ય તિલક શ્રી ગણેશજીને લોકોના ભગવાન તરીકે સંબોધ્યા. લોકોએ તેને ખૂબ જ ઉત્સાહથી સ્વીકાર્યો, આ પછી ગણેશ ઉત્સવ જન આંદોલનનું માધ્યમ બની ગયો. આ ઉત્સવને લોકો સાથે જોડીને તેમણે આઝાદી મેળવવા માટે જન-ચેતનાને જાગૃત કરવાનું માધ્યમ બનાવ્યું અને તેમાં તેઓ સફળ રહ્યા. આજે પણ સમગ્ર મહારાષ્ટ્ર આ તહેવારનું કેન્દ્રબિંદુ છે, પરંતુ હવે દેશના દરેક ભાગમાં પણ આ તહેવાર લોકોને એક સૂત્રતાના તારે જોડે છે.
ગણેશને ઉંદર સાથે કેમ દર્શાવવામાં આવે છે?
દેવતાને ઘણીવાર ઉંદર અથવા નાના ઉંદર પર સવારી કરતા દર્શાવવામાં આવે છે. આ લક્ષણો સૌપ્રથમ સંસ્કૃત સાહિત્યના મત્સ્ય પુરાણમાં રજૂ કરવામાં આવ્યા હતા, અને છેવટે 7મી સદી સી.ઇ. દરમિયાન ગણેશની મૂર્તિઓમાં દર્શાવવામાં આવ્યી હતી. કેટલાક વિદ્વાનો માને છે કે ઉંદર અવરોધો દૂર કરવાની દેવતાની શક્તિનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે, કારણ કે ઉંદરોને સામાન્ય રીતે ગણવામાં આવે છે. વિનાશક જીવો તરીકે ગણાય છે .
ગણેશ ચતુર્થી 2024 ક્યારે છે?
આ વર્ષે ગણેશ ચતુર્થીથી 7 સપ્ટેમ્બર 2024 ના રોજ ગણેશ ઉત્સવ યોજાશે. તે 17 સપ્ટેમ્બર 2024 ના રોજ અનંત ચતુર્થીના રોજ સમાપ્ત થશે. અંતિમ દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીનો પર્વ ભાદરવો શુક્લ પક્ષ ચતુર્થી પર ઉજવવામાં આવે છે. દેશભરમાં હર્ષોઉલ્લાસ સાથે ગણેશ ચતુર્થીની શરૂઆત થઇ જાય છે. આ પર્વનો જશ્ન 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર ઢોલ-નગારા સાથે ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. એની સાથે જ વિધિ-વિધાનથી દરેક દિવસ પૂજા અર્ચના થાય છે. 10 દિવસ સુધી ધૂમ ધામથી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે અને અંનત ચતુર્દશીના દિવસે ગણેશજીને વિદાય કરવામાં આવે છે. માન્યતા છે કે ઘરે ગણેશજીની સ્થાપના કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.
ગણેશ વ્રતની વિધિ
આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે. સવારે સ્નાન કરી પંચધાતુની ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના અને પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવો. વ્રત કરનારે રાત્રે ચંદ્રદર્શન કરવાથી કલંક લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું. વ્રતના બીજા દિવસે, ત્રણ દિવસે, પાંચ દિવસે અથવા દશ દિવસ પછી ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી.
ગણેશ ચોથ વ્રત કથા
એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આતાં ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા.
આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા, “ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે, એની ના નથી. પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય. આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલેચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે.”
આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા. બે બીકના માર્યા કમળમાં છૂપાઈ ગયા. ચારેતરફ અંઘકાર છવાતા હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા.
બ્રહ્માજી બોલ્યા કે “ગણપતિનો શ્રાપ કદાપિ મિથ્યા જતો નથી. છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું. સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈપણ ધાતુની, માટીની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી. પછી વિધિવત તેની પૂજા કરવી. નૈવેધમાં લાડુ ધરાવવા. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન-દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે.”
ભાદરવો મહિના બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી. ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું. ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું તે કૃપા કરીને ભૂલી જાવ અને મને ક્ષમા કરો. હવે આવી ભૂલ હું નહીં કરું. તમે દયાળું છો, કૃપા કીને મને શ્રાપમાંથી મુક્ત કરો.
ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા. તેને દર્શન આપી બોલ્યા, “ચંદ્ર તુ સંપૂર્ણ શ્રાપમૂક્ત તો નહીં થઈ શકે. છતા હું તારા વ્રતથી ખૂશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું. જો કોઈપણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી, પછી ચોથનાં દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે. પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી, આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે, તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ.” હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો.
ગણેશ ચતુર્થી તારીખ અને શુભ મુહૂર્ત
તારીખ : 7 સપ્ટેમ્બર, 2024 શનિવાર
ભાદ્રપદ શુક્લ ચતુર્થી તારીખ શરૂ થાય છે – 6 સપ્ટેમ્બર 2024, બપોરે 3:01 કલાકે
ભાદ્રપદ શુક્લ ચતુર્થી તારીખ સમાપ્ત થાય છે – 17 સપ્ટેમ્બર 2024, બપોરે 05:37 કલાકે
ઉદત તિથિ અનુસાર ગણેશ ચતુર્થી 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.
ગણેશ સ્થાપના સમય – 11.07 am – 01.34 pm (17 સપ્ટેમ્બર 2024)
સમયગાળો : 2 કલાક 31 મિનિટ
ગણેશ ચતુર્થીની પૂજાવિધિ
ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની સ્થાપના કરતા પહેલા પૂજા સ્થળને સારી રીતે સાફ કરી લેવું જોઇએ.
હવે બાજઠ પર પીળા કે લાલ રંગનું કપડું પાથરો. શુભ મુહૂર્તમાં ગણપતિને પૂર્વ દિશા તરફ મુખ કરીને સ્થાપિત કરો.
હવે ગણેશજી પર દુર્વાથી ગંગાજળનો છંટકાવ કરો. તેમને હળદર, ચોખા, ચંદન, ગુલાબ, સિંદૂર, મૌલી, દુર્વા, જનોઈ, મીઠાઈ, મોદક, ફળ, માળા અને ફૂલ અર્પણ કરો.
હવે ભગવાન શ્રી ગણેશની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. લાડુ અથવા મોદક ચઢાવો અને પછી આરતી કરો.
એ જ રીતે 10 દિવસ સુધી દરરોજ સવાર-સાંજ પૂજા-અર્ચના કરવી અને આરતી કરવી અને ભોગ ધરાવવો.
ગણપતિ વિસર્જન
ગણપતિ વિસર્જન 2024 પંચાગ અનુસાર, 17 સપ્ટેમ્બર ના
રોજ અનંત ચતુર્દશીનો તહેવાર છે. માન્યતા અનુસાર આ દિવસે ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. સરકારી અધિકારીઓ અને નાગરિકોએ નાશવંત સામગ્રીમાંથી બનાવેલી મૂર્તિઓનું વિસર્જન કરવાથી થતા જળ પ્રદૂષણ અંગે વધતી જતી ચિંતા વ્યક્ત કરી હોવાથી, નાગરિકોને જાહેર જળમાર્ગોનો ઉપયોગ કરવાનું ટાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને ‘વિસર્જન’ સમારોહ માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. કાનૂન બનાવતી વખતે કાનૂન નિર્માતાઓને બિન નાશવંત સામગ્રીનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવે છે.
તાજેતરમાં, ગુજરાતના ભક્તોએ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવને પ્રાધાન્ય આપ્યું હતું, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકાર આ બાબતે ચિંતિત અને કડક બની છે. ખાસ કરીને હેતુ માટે કૃત્રિમ તળાવો સૂચવવામાં આવે છે અને બનાવવામાં આવે છે.
ગણેશ વિસર્જન પાછળ પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતાં, તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી, જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે, ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે નિશ્ચિતરૂપે તમારી મદદ કરશે. ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી, ગણપતિ બાપ્પાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે, તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી.
ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશજીને સંભળાવી. જેને ભગવાન શ્રી ગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી. જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયુ કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનુ તાપમાન ખૂબ વધી ગયુ હતું. તેમના શરીરનુ તાપમાન ઓછુ કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાય ગયા પછી તેમનુ શરીર અકડાય ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી. ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો.
જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો. ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમનું વિસર્જન કરવામાં આવે છે.
સંક્ષેપ
ગણેશ લોકોના અવરોધો દૂર કરનાર તરીકે જાણીતા, ગણેશ હિન્દુ ધર્મમાં સૌથી વધુ પ્રિય અને વ્યાપકપણે વખાણવામાં આવતા દેવતાઓમાંના એક છે. હાથી-માથાવાળા ભગવાન સમગ્ર વિશ્વમાં આર્ટવર્ક, પેઇન્ટિંગ્સ અને શિલ્પોમાં તેમજ મૂર્તિઓ અને આભૂષણોમાં લોકપ્રિય વિષય છે, જે સારા નસીબ, સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે.