એ હાલો…. નવરાત્રિ પહેલા બજારમાં ચણીયા ચોલી અને કેડીયાની ભારે ડિમાન્ડ…
નવરાત્રિના દરેક દિવસે અલગ અલગ દેખાવ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમવા તૈયાર…
માઁ આઘ્યા શક્તિની નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વર્ષે ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ખુશખુશાલ છે. ત્યારે હાલ ચણીયા ચોલીના વિક્રેતાઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. અર્વાચીન રાસોત્સવમાં અવનવા ચણીયા ચોલી પહેરીને ખેલૈયાઓ આ વર્ષે મન ભરીને ગરબા રમશે.
નવલી નવરાત્રીનાં હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યાં અનેક લોકો તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. ખેલૈયાઓમાં આ વખતે કંઇક અનેરી ખુશી જ જોવા મળી રહી છે. નોરતાંને કારણે હાલમાં અનેક માર્કેટમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
નવરાત્રિ દરમિયાન બજારમાં ચણીયા ચોલી ખરીદી
નવરાત્રીને જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમ શોપિંગને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રીના દરેક દિવસમાં કંઈક અલગ- અલગ દેખાવ મેળવવા માટે મહિલાઓ અલગ-અલગ ચણીયા ચોલીની ખરીદી કરતા હોય છે. મહિલાઓની સાથે હાલ પુરુષો પણ વિવિધ ભાતના કેડિયાની ખરીદી કરીને ગરબે ઘુમવા જતા હોય છે. ત્યારે ટ્રેડીશનલ ચણિયાચોરીના વેપારીઓની ખાસ મુલાકાત કરી આ વર્ષનો ચણિયાચોળી પરનો સંપૂર્ણ સિદ્ધાંત રજૂ કર્યો છે.
Navratri 2024
નવરાત્રી શબ્દનું નામ સામે આવતા જ પગ ગરબા ગાવા લાગે છે. નવરાત્રીના નવ દિવસોમાં રમવાની મજા કંઇક અલગ જ આવતી હોય છે. નવરાત્રીને હવે થોડા દિવસો બાકી છે ત્યાં લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. ખાસ કરીને નવરાત્રીમાં ચણીયાચોળીની ખરીદીમાં અત્યારથી લોકો લાગી ગયા છે. પરંતુ દરેક છોકરીઓ અને છોકરાઓના મનમાં પ્રશ્ન એ થઇ રહ્યો છે કે આ વખતે શું ટ્રેન્ડમાં છે. હંમેશા લોકો ટ્રેન્ડને લઇને ખરીદી કરતા હોય છે. નવરાત્રીને ખાસ બનાવવા માટે ચણીયાચોળી એક મહત્વનો ભાગ ભજવે છે. તો આજે અમે તમને ચણીયાચોળી અને છોકરાઓના ઝભ્ભામાં આ વખતે કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ વિશે જણાવીશું.
આ વખતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ચણીયાચોળીમાં કચ્છી વર્ક બહુ ટ્રેન્ડમાં છે. કચ્છી વર્કની ચણીયાચોળીની સૌથી મોટી ખાસિયત એ છે કે આની ફેશન ક્યારેય જૂની થતી નથી. કચ્છી વર્કમાં ચણીયાચોળીમાં તમને અનેક પ્રકારના ઓપ્શન મળી રહે છે. કચ્છી વર્કનો બ્લાઉઝ પણ તમે સ્ટીચ કરાવી શકો છો.
ચણીયાચોળીનું બજેટ તમારું વધારે નથી તો તમે કચ્છી વર્ક નહીં, પરંતુ પ્રિન્ટ વાળી ચણીયાચોળી પણ તમને મળી શકે છે. પ્રિન્ટવાળી ચણીયાચોળીના ભાવ વર્ક કરતા ઓછા હોય છે. આ તમને કોઇ પણ કલરમાં સારી લાગે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છી વર્કમાં બ્લેક ચણીયાચોળી હાલમાં ખૂબ ટ્રેન્ડમાં છે.
કચ્છી વર્ક સિવાય આ વખતે લેરિયા ડિઝાઇન પણ ખૂબ ફેમસ છે. લેરિયા ડિઝાઇનમાં તમને અનેક પ્રકારના ઓપ્શન મળી રહે છે. લેરિયા ડિઝાઇનનો ચણીયો, બ્લાઉઝ અને દુપટ્ટો આ ત્રણેય વસ્તુ તમે સેમ મેચિંગ કરો છો તો બહુ મસ્ત લાગે છે. લેરિયાના ચણીયા તમે કચ્છી વર્કનો પટ્ટો મુકાવી શકો છો.
આ સાથે તમે પ્લેન ચણીયો પણ પહેરી શકો છો. પ્લેન ચણીયામાં વેલવેટને બ્લાઉઝ અને ડિફરન્ટ દુપટ્ટો તમને હેવી લુક આપે છે. આમ, ઝભ્ભાની વાત કરીએ તો હાલમાં ઝભ્ભામાં પણ કચ્છી વર્ક ચાલી રહ્યુ છે. આ સિવાય મિરર વર્કના ઝભ્ભા પણ ટ્રેન્ડમાં છે. તમે મિરર વર્કનો ઝભ્ભો સ્ટિચ પણ કરાવી શકો છો.
રંગબેરંગી લેસ પણ ઝભ્ભાને તમે લગાવી શકો છો. કાંતો એવા તૈયાર ઝભ્ભા તમે ખરીદી શકો છો. હાલમાં બજાર આ દરેક પ્રકારના ઝભ્ભા તમને મળી રહે તેમ છે.
ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ એડવાન્સ બુકિંગ શરૂ
જ્યારે ખૈલાયાઓને નવરાત્રીનો તહેવારમાં ગરબે રમવાનો અનેરો ઉત્સાહ છે અને આવો રૂડો અવસર મડ્યો છે ત્યારે એક અલગ જ થનગનાટ જોવા મળી રહ્યો છે. આગોતરું જ ચણીયા ચોલીનું બુકીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ નવા નવા ટ્રેન્ડના ચણીયા ચોલીનું અવનવું કલેક્શન આ વર્ષે ખૈલાયાઓ માંગી રહ્યા છે.આ વર્ષે અલગ અલગ ભાવ સાથે અલગ અલગ ડિઝાઇનના ચણિયાચોલીનો ખુબજ મોટા પ્રમાણમાં ડ્રિમ કલેક્શન ખાતે ઉપલબ્ધ છે . સાથે જ જ્યારે આ વરસે નવરાત્રીમાં ગરબા રમવાની ખૂબજ ધૂમ મચાવાની મજા મળી છે તો લોકોએ શાંતિ પૂર્ણ માહોલમાં અને આનંદ ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરવી તેવી અપીલ કરવામાં આવી છે.
નવરાત્રિમાં ડ્રેસની ડિમાન્ડ ખુબજ વધી છે.
ચણીયા ચોળીમાં ખુબ જ મોટા લોકોમાં ડિમાન્ડ જોવા મળી રહી છે. અવનવા રંગબેરંગી ચોલીની માંગ વધી છે ખાસ ફેન્સી ડિઝાઇનની ચોલી આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની છે. મહિલાઓ,પુરુષો,નાના બાળકો માટે પણ અવનવી નવરાત્રી કલેક્શન સહેલી શૃંગાર ખાતે ઉપલબ્ધ છે. 200 રૂપિયાથી લઇ 700 રૂપિયા સુધીના અલગ અલગ તમામ ડ્રેસ સહેલી શૃંગાર ખાતે રાખવામાં આવે છે. આ વરસે નવરાત્રીમાં ડ્રેસની ડિમાન્ડ ખુબજ વધી છે. લોકોની ડિમાન્ડ પ્રમાણે ડ્રેસ સહેલી શૃંગાર ખાતે રાખવામાં આવે છે.
નવરંગ ચણિયાચોલી ટ્રેન્ડી અને ટ્રેડિશનલ આઉટફિટ સજ્જ
નવરંગ ચણિયાચોળી પહેરી લોકો નવરાત્રીનો તહેવાર ઉજવવા માટે ખૂબ જ ઉત્સાહી બન્યા છે. ત્યારે ખેલૈયાઓમાં આ વખતે ટ્રેડિશનલ ડ્રેસની માંગ ખૂબ જ ઊભી થઈ છે. તેઓ દુકાનમાં નાના બાળકો મહિલાઓ અને પુરુષો તેમજ પ્રિન્સ પ્રિન્સેસ માટે ટ્રેડિશનલ ડ્રેસ મળી રહે એવી આશા છે .ગામથી લેરિયા બાંધણી વગેરે જેવી અવનવી વેરાઇટીસ ઉપલબ્ધ હોય તેવી શોધમાં છે. તેમજ લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને દરેક પોશાક પહેરવો ભાડે અથવા તો સેલથી નવરાત્રિ માટે એકઠો કરવામાં આવે છે.
નવરાત્રિને લઇને ખેલૈયાઓમાં ખરીદીનો ઉત્સાહ, બજારોમાં કચ્છી ચણીયા ચોળીની ભારે ડિમાન્ડ, વેપારીઓમાં પણ ખુશીનો માહોલ
નવરાત્રિને લઇને લોકોએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. નવી નવી ચણીયા ચોળીનો ઓર્ડર હોય કે પછી નવરાત્રીમાં પહેરવાના ઘરેણાં એસેસરીઝ, ખેલૈયાઓએ અત્યારથી જ ખરીદી શરૂ કરી દીધી છે.
ગુજરાતનું (Gujarat) યુવાધન આવનારી નવરાત્રિને લઇને થનગની રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં ધામધૂમથી રંગેચંગે નવરાત્રિની (Navratri 2024) ઉજવણી થશે. એક તરફ નવરાત્રિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થશે. આ વખતે તો ગુજરાતીઓ ખુબ જ જોશમાં જોવા મળી રહ્યા છે. નવરાત્રિને લઇને લોકોએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. નવી નવી ચણીયા ચોળીનો ઓર્ડર હોય કે પછી ઘરેણાં એસેસરીઝ, ખેલૈયાઓએ અત્યારથી જ ખરીદી શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં ખાસ કરીને કચ્છી ચણીયા ચોળીની (Chaniya Choli) હંમેશા ભારે ડિમાન્ડ રહેતી હોય છે. લેસ વાળી ચણીયા ચોલીની પણ ડિમાન્ડ વધી રહી છે. ગુજરાતની સાથે સાથે દેશ-વિદેશમાં પણ કચ્છી ચણીયા ચોળીની વિશેષ માગ જોવા મળે છે. ત્યારે કચ્છના બજારો અત્યારથી જ ખેલૈયાઓથી ઉભરાઇ રહ્યા છે.
બજારોમાં કચ્છી ચણિયા ચોલીની માગ
આ વર્ષે ચણીયા ચોળી સહિત કચ્છી વસ્ત્રોની ડીમાન્ડ રહેશે તેવો કચ્છના વેપારીઓને આશાવાદ છે, કચ્છી ભરત વર્ક સાથે કચ્છી અજરખબાટી,તથા બાંધણીના વસ્ત્રોની ખરીદી માટે અત્યારથી જ ગ્રાહકો ખરીદી સાથે ઓર્ડર કરી રહ્યા છે.આ વખતે બજારમાં શ્રાવણ મહિનાથી જ ખરીદીનો માહોલ જોવા મળતા વેપારીઓની ખુશી પણ ડબલ થઇ ગઇ છે. બજારમાં પ્રિન્ટેડ ચણીયા ચોળીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓમાં ખાસ કરીને બાંધણી, બાટીક, અજરખ પ્રિન્ટ, મશરૂ, મિરર વર્ક, આહિર વર્ક ચણીયા ચોળીની ભારે માગ જોવા મળી રહી છે.
ગ્રાહકોને આકર્ષવા વેપારીઓ કરી રહ્યા છે પ્રયત્નો
કચ્છની દુકાનો સાથે રસ્તા પર પણ અનેક વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્નો કર્યા છે અને લોકોની ભીડ જોવા મળી રહી છે. જો કે કચ્છી વસ્ત્રોની ગુજરાત અને ગુજરાત બહાર વધુ ડીમાન્ડ રહે છે ત્યારે ચાલુ વર્ષે મહારાષ્ટ,બેંગલોર સહિતના શહેરોમાં કચ્છના ચણીયાચોળી જતા વેપારીઓને ચાલુ વર્ષે સારા વેપારની આશા છે. ગ્રાહકો વેપારીઓ પાસેથી ખૂબ સારી એવી ચણીયા ચોલી ખરીદે અને તેમને ખૂબ સારો એવો ફાયદો થાય.
વેપારી અને ખેલૈયામાં અનેરો ઉત્સાહ
ગુજરાતીઓ પોતાના વેપાર ધંધા માટે દેશ-વિદેશમાં જાણીતા છે. જો કે કોરોનામાં થયેલા લોકડાઉનના કારણે અત્યાર વેપાર-ધંધા પડી ભાગ્યા છે. કોરોનાના કારણે અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવવા પડ્યા છે. ત્યારે હવે બે વર્ષ બાદ ગુજરાતીઓની સૌથી પ્રિય એવી નવરાત્રિ આ તહેવાર રંગેચંગે ઉજવાતો હોવાથી વેપારીઓ સહિત ગુજરાતીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આનંદ,ઉત્સાહ,ઉમંગનો આ તહેવાર આવનારા સમયમાં ચોક્કસથી ગુજરાતીઓ માટે મા અંબાના આશીર્વાદ સમાન બની રહેશે. ઘણાં શ્રદ્ધાળુઓ માં અંબાની ભક્તિ આરાધના કરશે અને ગરબે ઘુમશે.
વડોદરા :
નવરાત્રિ મહોત્સવને શરૂ થવામાં હવે એક મહિનો બાકી રહ્યો છે, એટલે ખેલૈયાઓ નવરાત્રિની પૂર્વ તૈયારી રૂપે હાલમાં ચણિયા ચોળી, દુપટ્ટા, ઘરેણાં, ઓર્નામેન્ટ્સ, ઝભ્ભો, બાંધણી દુપટ્ટા, ધોતીની ખરીદી કરી રહ્યા છે. આજે રવિવારની રજાના દિવસે મંગળબજાર અને નવાબજારની ચણિયા ચોળીની દુકાનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા ઘણાં વર્ષોની સરખામણીએ આ વખતે ચણિયા ચોળી અને ઓનાર્મેન્ટસમાં થયેલો બમણો ભાવ વધારો ખેલૈયાઓના બજેટને ખોરવી નાખશે.
નવા બજારમાં ચણિયા ચોળીની ખરીદી માટે આવેલી યુવતીએ ગણતરી સમજાવતા કહ્યું હતું કે ‘ બે વર્ષ પહેલા કોટનની જે ચણિયા ચોળી રૂ.૧૫૦૦માં મળતી હતી તેની કિંમત આ વર્ષે રૂ.૨૮૦૦ થી ૩,૦૦૦ છે. વધુ ભભકાદાર અને વધુ ભરતકામવાળી ચણિયા ચોળી તો હવે રૂ.૫,૦૦૦થી ઓછી કિંમતમા મળતી જ નથી. ઓક્સિડાઇઝ્ડ ઓર્નામેન્ટમાં પણ બે વર્ષ પહેલા જે બુટ્ટી રૂ.૫૫ થી ૬૦ રૂપિયામાં મળતી હતી તેની કિંમત રૂ. ૧૦૦ની આસપાસ થઇ ગઇ છે. આમ બધી જ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. એક યુવતી દર વર્ષે નવરાત્રિમાં સામાન્ય રીતે ત્રણથી ચાર ચણિયા ચોળી અને તેને સાથે મેચ થતા ઓર્નામેન્ટ ખરીદે છે. બે વર્ષ પહેલાં તેનુ બજેટ રૂ.૬૦૦૦ની આજુ બાજુ થતું હતું,જે વધીને આ વર્ષે રૂ. ૧૦,૦૦૦ થયું છે.
આવી અલગ અલગ ડિઝાઇન વાળી ચણીયા ચોળીથી તમારો દેખાવ ગજ્જબ લાગશે. તો જાણો ચણીયા ચોળી પહેરવાની રીત આ ગરબપ્રિય લોકપ્રિય ગુજરાતની મહિલાઓ વચ્ચે ખૂબ પ્રિય છે. ચણીયા ચોળી પહેરવા માટે વિવાહ, ગરબા, નવું વર્ષ, દિવાળી, નવરાત્રી, આ ખુબ સારા દેખાવ માટે પહેરવામાં આવે છે.
નવરાત્રી 2024 ચણીયા ચોલી
જે ગુજરાતની પ્રજા વચ્ચે ખૂબ પ્રશંસા મેળવે છે. પહેલાંના જમાનામાં ગુજરાતની દરેક દીકરીઓનો આ રોજનો પોશાક હતો. દરેક દીકરી રોજ ચણીયા દુપટ્ટો પહેરી ફરતી હતી. આજ કાલ આ પહેરણ ગરબા તેમજ કોઈ ખાસ પ્રસંગ અનુંરૂપ થઈ ગયું છે.જાણો છો કે ચણીયા ચોળી અથવા ચણીયો ટી – શર્ટ નામની આ પોશાક આજના સમયમાં મોટાભાગે તરુણ દીકરીઓ દ્વારા પસંદ કર્યો છે.
ચણીયા ચોળીની સાથે પહેરવાના ઘરેણા
ન્યુ ચણીયા ચોળીની સાથે પહેરવાના ઘરેણાંમાં સાદી ડિઝાઇન ,
કાચની બંગડી,
ઝાંઝર,
માંદળીયુ,
બુટ્ટી, હાર, અને ટૂંકો વગેરે પોશાકો સામેલ છે.
ચણીયા ચોળીના ફોટાની ઉપર કોટી જેવું કમર સુધીનું બ્લાઉઝ અને દુપટ્ટો આ સારો લૂક આપશે . મોટાભાગે દરબાર જાતિની સ્ત્રીઓ આ પ્રકારની પોશાક પહેરે છે.
ચણીયા ચોળી પહેરવાના ઘરેણાઓ
ફેન્સી ચણીયા ચોળી નાકમાં નથ,
કાનમાં બુટ્ટી,
ગળામાં ટૂંકો અને લાંબો હાર,
હાથમાં બંગડીઓ
માથામાં ગજરો, બ્રોચ વાળી હેરસ્ટાઈલ
અડધી સાડી, ચણીયો, અને દુપટ્ટો આ પહેરીલો નવરાત્રી માં ફાડું અલગ જ લૂક લાગશે.
નવરાત્રિમાં એકની એક સ્ટાઈલથી ચણિયાચોળી પહેરીને કંટાળી ગયા છો?
નવરાત્રિમાં દુપટ્ટા પહેરવાની રીત નો વિચાર દરેક ગુજરાતી સ્ત્રીને આવતો હશે. આ સમયે, જ્યારે નવરાત્રિની ઉત્સવની જોરદાર તૈયારી કરી હોય , દુપટ્ટા પહેરવાનો આનંદ આવતો હોય છે . જ્યારે તમે દુપટ્ટા પહેરો છો, ત્યારે તમારું લૂક હટકે લાગે છે.અલગ અલગ રીતે દુપટ્ટા પહેરવાથી શરીરનો દેખાવ સારો દેખાય તેમજ દરેક સ્ત્રીનો શોખ પણ હોય કે અલગ તરીકે દુપટ્ટો પહેરવો.
નવરાત્રિમાં અલગ રીતે દુપટ્ટા પહેરવાના યુનિક આઈડિયા.
V સ્ટાઈલ દુપટ્ટો
V સ્ટાઈલમાં દુપટ્ટો પહેરવા માટે ધ્યાન રાખો કે તમારો દુપટ્ટો ઈસ્ત્રી કરેલો હોય અને તેની પાટલી વ્યવસ્થિત રીતે વાળેલી હોવી જોઈએ. દુપટ્ટાને V સ્ટાઈલમાં ગોઠવીને બંને ખભા પર પીન બાંધી દો. કંદોરો એવી રીતે પહેરો કે જે Vની વચ્ચેથી પસાર થતો હોય.
ચણીયા ચોળી પહેરવાની રીત ગુજરાતી સ્ટાઇલ
આ સૌથી કમ્ફટેબલ સ્ટાઈલ છે.
તેમાં આગળ અને પાછળથી દુપટ્ટાનો ઝોલ પડે છે તે ખૂબ જ સ્ટાઈલિશ લાગે છે.
ગુજરાતી સ્ટાઈલથી દુપટ્ટો પહેરવા માટે દુપટ્ટાને પહોળો કરો અને તેની રેન્ડમ પાટલી બાંધો.
પાટલી વાળો અડધો ભાગ આગળની સાઈડ રાખો અને અડધો પાછળની સાઈડ રાખો.
આગળના ભાગે દુપટ્ટાને તમારા ચણિયા સાથે પીન અપ કરી દો.
જ્યારે પાછળ સહેજ ઝોલ પડે તે રીતે દુપટ્ટો કમરની સાઈડ પીન અપ કરી દો.
ચણીયા ચોળી રામ-લીલા સ્ટાઈલ
આ સ્ટાઇલ તમને બોલ્ડ લૂક આપશે અને તમારા બ્લાઉઝ પેટર્ન તેમાં પૂરેપૂરી દેખાશે.
તમારે જો તમારી ચોલી, ચણિયા કે લહેંગાની ડિઝાઈન શો ઑફ કરવી હોય તો આ સ્ટાઈલે દોપટ્ટો પહેરો.
દુપટ્ટાની એકદમ પાતળી પાટલી વાળો. દુપટ્ટાને આગળની સાઈડ ચણિયાની અંદર ખોસી દો.
હવે દુપટ્ટાના ખુલ્લા છેડાથી એવી રીતે ગાંઠ બાંધો જેથી તે ગાંઠ ખભા પર રહે.
આ ગાંઠ પાસે એક સેફ્ટી પીન લગાવી દો જેથી તે ખસકે નહિ. બાકી દુપટ્ટાનો છેડો લૂઝ છોડી દો.
ચણિયાચોળી પર ગાંઠ બાંધેલો ગ્લેમરલૂક દુપટ્ટો
ખભા પર ગાંઠ બાંધેલા દુપટ્ટો ની સ્ટાઈલ કંઈક અલગ જ તરી આવે છે.
આ માટે દુપટ્ટાની પાટલી વાળો. તેને ખભા પર રાખો અને તેને કમરમાં પાછળની બાજુએ નાખી દો.
હવે દુપટ્ટાના ખુલ્લા છેડાથી એવી રીતે ગાંઠ બાંધો જેથી તે ગાંઠ ખભા પર રહે.
આ ગાંઠ પાસે એક સેફ્ટી પીન લગાવી દો જેથી તે ખસકે નહિ. બાકી દુપટ્ટાનો છેડો લૂઝ છોડી દો.
આ રીત નો પ્રયોગ કરીને, તમે તમારો નવરાત્રિનો સ્ટાઈલ તૈયાર કરી શકો છો અને તમારો પ્રત્યેક રોજનો લૂક પસંદ કરી લો.
ચણીયા ચોળી કેટલા શ્રેષ્ઠ લાગે?
ગુજરાતી સ્ટાઇલ સ્ટ્રીટ ક્રેડિબિલિટી અને એલિગન્સની સ્થાપના કરે છે, જ્યારે રામ-લીલા સ્ટાઈલ એક પ્રદર્શનકારી નજીકથી દેખાવે છે.
ઘાગરા ચોલી અથવા ચણીયા ચોલી – ગુજરાતનો પરંપરાગત પહેરવેશ
ગુજરાતી સ્ત્રીઓનો પરંપરાગત પોશાક ચણીયા ચોલી અથવા ઘાગરા ચોલી છે; સ્ત્રીઓ તેની સાથે ઓઢણી (દુપટ્ટા અથવા ચુન્ની) પણ પહેરે છે.
ચણીયો
ચણીયો અથવા લેહેંગા એ રંગીન પેટીકોટ અથવા સ્કર્ટ જેવા વસ્ત્રો છે જે સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવે છે. ચણિયાને અરીસા અને દોરાના કામથી કાચ્છી મિરર ડિઝાઇન કરવામાં આવ્યો છે. ચણીયાને રંગબેરંગી દોરા ધાગાથી ભરતકામ કરવામાં આવે છે.