Site icon takshlifes.com

વાસી રોટલી ખાવાના ફાયદા | Stale Roti Benefits

આપણા ગુજરાતીઓને દાળ-ભાત, શાકની સાથે રોટલી વિના અને ભોજનની સંપૂર્ણ થાળી વિના ભોજન કયારેય ગળે ના જ ઉતરે. હવે, વાસી રોટલી ખાવી એ આપણું એક પારંપારિક ભારતીય ભોજન છે, જે આપણી પેઢીઓથી ચાલતું આવી રહ્યું છે અને આપણી સંસ્કૃતિનો એક ભાગ રહ્યું છે. જે વાસી રોટલી ખાવાથી આપણા શરીરમાં સ્વાસ્થ્યને લગતા ઘણા બધા ફાયદા થાય છે. આમ, આપણે જોવા જઈએ તો વધારે પડતાં લોકોને વાસી ભોજન જમવું ગમતું હોતું નથી. કેમ કે, વાસી ભોજનમાં રહેલા બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોય છે, આથી શરીરને ફૂડ પોઈજન થવાની શક્યતા રહે છે. પરંતુ, વાસી રોટલી ખાવાથી શરીરને કોઈપણ જાતની બીમારી થતી નથી. ઉલટું વાસી રોટલીના સેવનથી શરીરને ખૂબ સારા ફાયદા થાય છે.

વાસી રોટલી

આપણા સૌના ઘરમાં દરરોજ 2 કે 4 રોટલી વધતી જ હોય છે અને બીજા દિવસે સવારે તે રોટલી અમુક લોકો ખાતા હોય છે અથવા અમુક લોકો ફેંકી દેતા હોય છે. વાસી રોટલી એ તાજી રોટલીની સરખામણીએ વધુ તાકતવર હોય છે. વાસી રોટલીમાં ગુડ બેક્ટેરિયા, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે.

વાસી ભોજનની વાત કરવામાં આવે તો ઘઉંની રોટલી આ બાબતે એકદમ અલગ જ છે. ઘઉંની રોટલીમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે. જેનાથી તમને પાચનમાં મદદ મળે છે. દરરોજ સવારે જો તમે વાસી રોટલી દૂધ સાથે ખાવાથી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આવો જાણીએ, વાસી રોટલી ખાવાથી કઈ બીમારીઓ દૂર થશે. જો કે, આપણે સૌથી પહેલા તો એ નક્કી કરવું જોઈએ કે વાસી રોટલી ખાવા યોગ્ય હોવી જોઈએ. 

વાસી રોટલીનું સેવન સવારના નાસ્તા માટે એક પૌષ્ટિક વિકલ્પ સાબિત થઈ શકે છે. વાસી રોટલીમાં જરૂરી પોષક તત્વો જેવા કે વિટામિન B, આયર્ન અને ફાયબર હોય છે. પહેલી વાત તો એ કે વાસી રોટલીને ફેંકી દેવાને બદલે તેનો સવારના નાસ્તામાં ઉપયોગ કરવાથી ખોરાકનો બગાડ ખૂબ જ ઓછો થાય છે. જે આપણા પર્યાવરણને પણ અનુકૂળ છે. આ સારી આદત આપણી રોજિંદી જીવનશૈલીને પણ પ્રોત્સાહન આપે છે. કારણ કે, તે સારી આદત ખોરાક સાથે સંકળાયેલ પર્યાવરણીય અસરને ઘટાડે છે. તેમજ વધુમાં, આપણે ત્યાં બચેલા ખોરાકનો ઉપયોગ એ સંપૂર્ણ અને સ્વસ્થ નાસ્તો બનાવવાની અસરકારક રીત છે.

વાસી રોટલી ખાવાના ફાયદા

આપણા દરેકના ઘરમાં પણ ઘણી વખત આપણા રસોડામાં રોટલી બચી જતી હોય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તો તાજુ જ ખાવાનું પસંદ કરતા હોય છે અને બચેલા ખોરાકમાં રોટલીને વાસી રોટલી સમજીને ફેંકી દેવાનું વલણ ધરાવતા હોય છે. કારણ કે આવા લોકોને એવી શંકા હોય છે કે, વાસી રોટલી આપણા તંદુરસ્ત શરીરને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ, અહીં ઘણાં ઓછા લોકો જાણતા હોય છે કે, તાજી રોટલીની સાથે વાસી રોટલી પણ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અનેક ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. આખી રાતભર રાખેલી વાસી રોટલી ઘણા લોકો માટે પોતાના સ્વાસ્થ્યનો ખજાનો બની શકે છે. અહીંયા, અમુક સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે, વાસી રોટલી ડાયાબિટીસ જેવી અનેક બીમારી માટે ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ વાસી રોટલી ખાવાના ફાયદા.

વાસી રોટલી ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય

અહીં જો કે, તબીબી અને સત્તાવાર રીતે વાસી રોટલી ખાવાનો કોઈપણ પ્રકારનો દાવો કરેલ નથી. પરંતુ, આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, વાસી રોટલી ખાવાથી શરીરમાં થતા ડાયાબિટીસ માટે ફાયદાકારક સાબિત થાય છે. આમ, જોવા જઈએ તો હકીકતમાં, વાસી રોટલીના સેવનથી બ્લડ સુગરના અસંતુલનમાં રાહત મળે છે. બીજી તરફ એવું પણ કહેવાય છે કે, વાસી રોટલીને ઠંડા કરેલા દૂધમાં પલાળીને ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે.

વાસી રોટલીનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ

અહીં, તાજી રોટલી કરતાં વાસી રોટલીમાં કેલરીની માત્રા ઓછી હોય છે. ખરેખર, આ વાસી રોટલીમાં સુકાતા તેમાં ભેજ ઓછો હોય છે. જેના કારણે આ વાસી રોટલીને ખાધા પછી વધુ પાણી પીવું પડે છે. જેથી શરીરમાં તમે વધુ પડતો ખોરાક લઈ શકતા નથી. આ સ્થિતિમાં જે લોકો વજન ઘટાડવા માંગે છે અથવા તો ડાયટ પ્લાનને અનુસરતા હોય તેમના માટે વાસી રોટલી એક ઉત્તમ અને સારો આહાર સાબિત થાય છે.

વાસી રોટલી શરીરને ગરમીથી બચાવે

જો વાસી રોટલીને દૂધમાં પલાળીને થોડીવાર રાખી મૂક્યા પછી જો તેને ખાવામાં આવે તો તેનાથી તમારા શરીર અને પેટની ગરમી શાંત થાય છે. આ સ્થિતિમાં, ઉનાળામાં તેને ખાવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસી રોટલી ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. જે લોકોને અપચો, ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યા હોય તે લોકોને વાસી રોટલી ખાવાથી ઘણી રાહત મળે છે.

વાસી રોટલી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે

વાસી રોટલીમાં ઘણી બધી પ્રીબાયોટીક્સ ઉત્પન્ન થાય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ સારી છે. આ વાસી રોટલી ખાવાથી શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે. વાસી રોટલી આંતરડાની સમસ્યા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને વાસી રોટલીનું સેવન કરવાથી શરીરમાં સારા બેક્ટેરિયા પણ બને છે.

Read more:

વાસી રોટલી શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે

સવારે  ઠંડા દૂધમાં વાસી રોટલીને ભાગીને મિક્સ કરી 10 મિનિટ સુધી બોળીને રાખો. આ દૂધમાં બોળેલી આ વાસી રોટલીને સવારે નાસ્તામાં ખાવ. તમારી જરૂરિયાત મુજબ આ દૂધવાળી વાસી રોટલીમાં તમે ખાંડ મિક્સ કરી શકો છો. આમ, આ રીતે દૂધ રોટલીનો સવારે નાસ્તો કરવાથી જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તે દૂર થાય છે. આ ઉપરાંત, આમ, કરવાથી ગરમીમાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે. 

વાસી રોટલીનું સેવન માનસિક સ્ટ્રેસ કંટ્રોલ કરે 

જો તમારું પેટ ખરાબ હોય તો તેના કારણે પણ સ્ટ્રેસની સમસ્યા થતી હોય છે. આ દૂધ અને વાસી રોટલી ખાવાથી પેટ સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે અને માનસિક તણાવમાં રાહત મળે છે. જેથી મન હળવું લાગે છે.

વાસી રોટલીનું સેવન પાચનમાં સુધારો કરે

 આયુર્વેદના અનુસાર તાજી રોટલીની તુલનામાં વાસી રોટલીનો ખોરાક આપણા પેટ માટે હલકો હોય છે. જે વાસી થતા તેમાં ભેજની ઉણપ છે, જેથી આ વાસી રોટલીને પચાવવી સરળ થઈ જાય છે. આ ગુણ નબળી પાચનશક્તિ કે અપચો અનુભવતા લોકોને માટે ખૂબ જ લાભ પહોંચાડે છે.

વાસી રોટલી પેટની સમસ્યામાં ફાયદાકારક

જે લોકોને વારંવાર પેટની સમસ્યા રહેતી હોય છે તેમણે વાસી રોટલી ખાવી જોઈએ. આ વાસી રોટલીને ખાવાથી ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા કાયમ માટે રહેતી નથી. આ ઉપરાંત, વાસી રોટલીને ખાવાથી પાચનક્રિયા મજબૂત થાય છે અને વાસી રોટલી પાચનતંત્ર પણ સુધારે છે.

વાસી રોટલી દૂધ સાથે ખાવાના ફાયદા

વાસી રોટલીને દૂધ સાથે ખાવાથી આપણા માનવ શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. વાસી રોટલી અને દૂધ ખાવાથી શરીરમાં થતી ઘણી બિમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે. 

જે લોકોને બ્લડ પ્રેશરની બિમારી છે તે લોકો માટે વાસી રોટલી ખાવી રામબાણ ઈલાજ છે. જે લોકોને હાઈ બીપી રહેતુ હોય તેમને સવારે હૂંફાળા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી તમનું બીપી કંટ્રોલમાં રહે છે. રોજ સવારે આ રીતે વાસી રોટલી અને દૂધનું સેવન કરવાથી થોડાક જ દિવસમાં તમને ફરક જોવા મળશે.

જે લોકોને પેટ સંબંધિત દરેક પ્રકારની બિમારીઓ થતી હોય તે દૂર કરવામાં વાસી રોટલી કારગત છે. આ ઘંઉના લોટમાંથી બનેલી રોટલીમાં પૂરતી માત્રામાં ફાયબર હોવાથી, તે તમારા શરીરમાં પાચન સારુ કરે છે.

જો તમને શરીરમાં કબજિયાત, એસિડિટી, પેટમાં બળતરા કે પેટને લગતી કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તમે નિયમિત રૂપે સવારે હુંફાળા દૂધમાં વાસી રોટલી પલાળીને ખાવ તો આ પેટની બીમારી દૂર થાય છે. 

જો તમારું શરીર ખૂબ પાતળું હોય કે તમારા શરીરમાં કમજોરી હોય તો રોજ સવારે વાસી રોટલી અને દૂધ ખાવું શરીર માટે ખૂબ ઉપયોગી છે. આ વાસી રોટલનું સેવન આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને તમારા શરીરને ઉર્જા પૂરી પાડે છે. આ દૂધ સાથે વાસી રોટલી ખાવાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. 

Stale Roti Benefits

ઘણા લોકો સવારના નાસ્તામાં વાસી રોટલી વઘારીને અથવા તો દૂધ સાથે ખાતા હોય છે. જ્યારે કેટલાક લોકો વાસી રોટલીના ખાવાના નામે પણ દૂર ભાગતા હોય છે. અમુક નિષ્ણાતોના મત મુજબ રાતની બચેલી રોટલી ડાયાબિટીસ અને પેટના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

અમુક નિષ્ણાતોના મતે સવારના નાસ્તામાં શાક અથવા દૂધ સાથે વાસી રોટલીનો સ્વાદ સારો આવે છે. જ્યારે તમે તેને બનવાના 12 થી 15 કલાકની અંદર ખાવ તો તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહે છે.

વાસી રોટલીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. આથી વાસી રોટલીને પ્રોટીન સાથે લેવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે વાસી રોટલીનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ કારણ કે તે તમારા શરીરનું વજન વધારવાનું કારણ પણ બને છે.

હવે, 12 કલાક સુધી રોટલી ખુલ્લી હવાના સંપર્કમાં રહ્યા પછી, વાસી રોટલીની રચનામાં, સ્વાદ અને સ્ટાર્ચની રચના પણ બદલાવા લાગે છે. વાસી અને તાજી રોટલી આ બંને વચ્ચેના ગ્લાયકેમિક ઈન્ડેક્સમાં પણ ઘણો તફાવત જોવા મળે છે. જો કે તે બ્લડ સુગરના સ્તરને વધારે અસર કરતું નથી.

Read more :

જો કોઈપણ ખોરાક કે રોટલીને યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો, તે ખોરાક કે રોટલીમાં બેક્ટેરિયા અથવા મોલ્ડ પેદા થવાનું જોખમ લગભગ વધી જાય છે. જો કે, 12 કલાક બહાર ખુલ્લી હવામાં રાખવામાં આવેલ રોટલીને યોગ્ય રીતે સ્ટોર કર્યા પછી જ ખાઈ શકાય છે. પરંતુ, જો તમે બ્રેડમાંથી મહત્તમ પોષણ મેળવવા માંગતા હોવ તો તેને તાજી ખાઈ શકો છો. કારણ કે જ્યારે તે વાસી થઈ જાય છે ત્યારે તેનો સ્વાદ અને બનાવટમાં બદલાવ આવે છે.

Disclaimer: આ આર્ટિકલમાં આપેલ માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. આ વિશે વધુ જાણવા માટે ચોક્કસ નિષ્ણાતની સલાહ લેવી.

Exit mobile version