Site icon takshlifes.com

Makar Sankranti 2024 | મકર સંક્રાંતિ પર્વ 2024

Makar Sankranti 2024

હિન્દુ ધર્મમાં નવા વર્ષમાં આ પહેલો તહેવાર એટલે મકરસક્રાંતિ. વર્ષ બદલે પછી મકરસંક્રાંતિ પહેલો તહેવાર આવે છે. આ હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારનું અનોખું મહત્વ છે. આ મકરસંક્રાંતિના દિવસે ગ્રહોના રાજા કહેવાતા સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી દિવસ લાંબો થાય છે. મકરસંક્રાંતિનો પર્વ સૂર્યદેવને સમર્પિત છે. આ તહેવારના દિવસે સૂર્યદેવનું પૂજન અને વ્રત કરવામાં આવે છે.

સનાતન, ધર્મના લોકોમાં મકરસંક્રાંતિના પર્વનું અનોખું મહત્વ માનવામાં આવે છે. આ દિવસે લોકો દ્વારા ગંગા સ્નાન કરવામાં આવે છે, જેનાથી સાધકને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. તેમજ સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે, સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે છે. આ મકરસંક્રાંતિનો પર્વ નવો પાક અને નવી ઋતુના આગમનનો પણ સંકેત આપે છે.

મકરસંક્રાંતિ ક્યારે ઉજવવામાં આવે છે?

મકરસંક્રાંતિ જ્યારે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. નવા વર્ષનો પ્રથમ તહેવાર મકરસંક્રાંતિ છે. મકરસંક્રાંતિને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકોમાં આ તહેવારનું એક અનોખું મહત્વ છે. જો કે મકરસંક્રાંતિ 14મી જાન્યુઆરીએ જ મનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષ 2024માં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે. 

મકરસંક્રાંતિનો સમય

આપણે સૌ વર્ષોથી મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ જ ઉજવતા આવ્યાં છીએ. પરંતુ જ્યોતિષ શાસ્ત્રના મુજબ આ વર્ષે મકરસંક્રાંતિ 15મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. 15 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 2:43ના સમયે સૂર્ય ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય પૂજા માટેનો શુભ સમય સવારે 7:15 થી સાંજના 5:46 સુધીનો રહેશે. દાન-દક્ષિણ માટે મહા પુણ્યકાળ સવારે 7:15 થી સાંજે નવ વાગ્યા સુધીનો રહેશે. 

આ મકરસંક્રાંતિના તહેવારને ભારતના દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર સૂર્યના રાશિચક્રમાં થતાં પરિવર્તનના અવસર પર ઉજવવામાં આવે છે. આપણે રાશિ મુજબ જોવા જઈએ તો ધનુરાશિની સંક્રાંતિ પૂરી થતાં જ સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે. આપણે સૌ મકરસંક્રાંતિના તહેવારના દિવસે શાસ્ત્રીય મહત્વની સાથે-સાથે વિવિધ પ્રકારના દાન- પુણ્ય પણ કરીએ છીએ.

મકરસંક્રાંતિના અન્ય નામ

આપણા સૌ દ્વારા આ મકરસંક્રાંતિનો તહેવાર સમગ્ર ભારત ભરમાં દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફારો અને અલગ- અલગ નામથી ઉજવવામાં આવે છે:

મકરસંક્રાંતિ 

મકરસંક્રાંતિ એ ભારત દેશના ખેડૂતોનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. ભારત દેશ અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ મકરસંક્રાંતિના દિવસે ખેડૂતો દ્વારા પાકની લણણીની સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

સૂર્ય એ ધનુંરાશીમાંથી મકર રાશીમાં પ્રવેશ કરે તેને “મકરસંક્રાંતિ” કહે છે. આપણા હિન્દુ ધર્મના લોકો તેમજ સનાતન ધર્મના લોકો દ્વારા આ તહેવારને મકરસંક્રાંતિ તરીકે ઉજવવમાં આવે છે. આ તહેવાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ, જ્યારે સૂર્ય ધનુરાશીમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર શરૂ થાય છે. જે 14 જાન્યુઆરીનો અથવા 15 જાન્યુઆરીનો દિવસ હોય છે. ઈ.સ. 2016ના જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ 14 જાન્યુવારીના બદલે 15 જાન્યવારીના દિવસે ઉજવવમાં આવી હતી. તે જ રીતે આ વખતે પણ ઈ.સ. 2024ના વર્ષમાં પણ 14 જાન્યુઆરી ને બદલે 15 જાન્યુઆરીના દિવસે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાશે.

આ સમયે સૂર્ય જ્યારે મકરરાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્ય એ પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય જ્યારે ઉત્તર તરફ ખસતો હોય ત્યારે તે આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

મકરસંક્રાંતિ વિશે નોંધ

આનંદ અને પતંગનો તહેવાર મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ એ દિવસ છે જેમાં ઉંમરની કોઈ બાધ હોતી નથી. નાના બાળકો થી લઈને મોટેરાંઓ તેમજ વડીલો પણ આ ઉત્સવ ઉમંગભેર ઉજવતા હોય છે. જ્યારે તમામ ઉંમરનાં લોકોના હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર નવા વસ્ત્રો પહેરીને અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણતા હોય છે. નાની બાળકીઓ તેમજ સ્ત્રીઓ પણ આ ઉત્સવનો આનંદ માણી શકે છે. આખો દિવસ “એ કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ બૂમો કિકિયારીઓ તમને સાંભળવા મળે છે. આખું આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ ગયું હોય એવું જોવા મળે છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી’ (એક મિઠાઇ) ખુબ ખાય અને સ્વજનોને ખવડાવે છે. આ દિવસે લોકો બોર અને શેરડી પણ ખૂબ ખાય છે.

મકરસંક્રાંતિના દિવસે યોજાતા મેળા

મકરસંક્રાંતિ પર ઘણી જગ્યાએ મેળાઓ યોજાય છે. આપણો ખુબ જ પ્રખ્યાત મેળો એટલે કે કુંભ મેળો. જે આપણે ત્યાં દર બાર વર્ષે થાય છે. આ કુંભ મેળો હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. માઘ મેળો એટલે કે મીની કુંભ મેળા તરીકે ઓળખાય છે. આ માઘ મેળો કે મીની કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં યોજાય છે. જ્યારે ગંગાસાગર મેળો, કલકત્તા નજીક ગંગા નદી કાંઠે યોજાય છે. જ્યાં આ ગંગા નદી બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં આ મેળો યોજાય છે.

આ જ રીતે કેરળનાં સબરીમાલામાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાય છે. જ્યાં ‘મકર વિલક્કુ’ ઉત્સવ પછી ‘મકર જ્યોથી’ નાં દર્શન કરાય છે.

મકરસક્રાંતિ ક્યારે છે?

અમુક ભારત દેશના રાજ્યોમાં આ મકરસંક્રાંતિનો તહેવાર એક દિવસ પુરતો ઉજવવામાં આવે છે. જ્યારે અન્ય રાજ્યમાં બે દિવસ ઉજવાય છે. જેમ કે, ગુજરાત રાજ્યમાં આ મકરસંક્રાંતિનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં 14મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. આ નવા વર્ષનો પહેલો તહેવાર મનાય છે. આ વર્ષે 14 જાન્યુઆરી, 2024ના બદલે 15 જાન્યુઆરીના રોજ મકરસક્રાંતિ છે. કેમ કે, આ વર્ષે લિપ વર્ષ છે. હિન્દુ પંચાંગ મુજબ તેમજ ખગોડિય દૃષ્ટિ મુજબ આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, 2024ના દિવસે ઉજવાશે. હિન્દુ કેલેન્ડર મુજબ મુજબ પૌષ શુક્લમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાય છે.

મકરસંક્રાંતિ કેમ ઉજવાય છે? 

મકર સંક્રાતિમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે. જ્યારે કે સંક્રાતિ નો અર્થ સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો છે. . આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ છોડીને  બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાતિ કહે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ સમયને  મકર સંક્રાતિ કહેવાય છે.  હિન્દુ મહિના મુજબ પૌષ શુક્લમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાય છે. 

મકરસંક્રાતિનુ મહત્વ

આપણા ભારત દેશમાં તહેવાર કે ઉત્સવ ઉજવવાનુ એક આગવું અનોખું મહત્વ છે, જેની ઉત્પત્તિ આપણા પૂર્વજો દ્વારા સ્થાનીક પરંપરાથી થઈ આવી છે. આ તહેવાર વિશેનું મહત્વ જોવા જઈએ તો વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી નથી. પરંતુ જેમનો ઉલ્લેખ આપણા પૌરાણિક વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં પણ જોવા મળે છે. આપણા દેશમાં એવા કેટલાક તહેવાર છે અને તેમને ઉજવવાનો અલગ – અલગ નિયમ પરંપરા મુજબ પણ ઉજવવામાં આવે છે. આ તહેવારોમાં સૂર્ય-ચંદ્રની સંક્રાતિયો અને કુંભ મેળાનુ વધુ મહત્વ જોવા મળે છે. સૂર્ય પૂજાનું સંક્રાતિમાં તેમજ મકરસંક્રાંતિનુ મહત્વ પણ વધુ જ માનવામાં આવ્યુ છે. ગુજરાતી કેલેન્ડર મુજબ જોવા જઈએ તો માઘ મહિનામાં કૃષ્ણ પંચમીને મકરસંક્રાતિને દેશના લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે. તેમજ ઘણા રાજ્યોમાં આ તહેવાર લોકો દ્વારા સાંસ્કૃતિક રૂપથી પણ ઉજવાય છે. તો આવો ચલો જાણીએ કે આપણો આ મકરસંક્રાતિના તહેવારની વિશેષતા વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે… 

મકરસંક્રાતિ કેમ કહેવાય છે?

મકરસંક્રાતિના તહેવારમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે. જ્યારે કે સંક્રાતિ નો અર્થ સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો એવો થાય છે. આ દિવસે સૂર્ય ધનુરાશિમાંથી મકરરાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાતિ કહે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ સમયને મકરસંક્રાતિ કહેવાય છે.

સૂર્ય ઉતરાયણ 

ચંદ્રના આધાર પર મહિનાના 2 પખવાડિયા એટલે કે ભાગ છે. કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. આ જ રીતે સૂર્યના આધાર પર વર્ષના 2 ભાગ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન. આ 14 જાન્યુઆરીના દિવસથી સૂર્ય ઉતરાયણ ભાગ તરફ થઈ જાય છે. ઉત્તરાયણ એટલે એ 14જાન્યુઆરીના દિવસના સમયથી પૃથ્વીનો ઉત્તરી ગોળાર્ધ સૂર્યની તરફ વળી જાય છે. ત્યારથી જે સમય શરૂ થાય એમાં ઉત્તરથી જ સૂર્ય નીકળવા માંડે છે. જેને “સોમ્યાયન” પણ કહેવામાં આવે છે. સૂર્ય છ મહિના ઉતરાયણ રહે છે અને છ મહિના દક્ષિણાયન. તેથી આ તહેવારને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. મકર સંક્રાતિંથી લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે 6 માસનો સમયાંતરાલ હોય છે જેને ઉત્તરાયણ કહે છે. 

મકરસંક્રાંતિ તહેવારની ભૌગોલિક વિગત 

આપણી પૃથ્વી સાઢા 23 ડિગ્રી અક્ષ પર નમેલી હોવાથી તે સૂર્યની પરિક્રમા કરે છે. ત્યારે વર્ષમાં 4 સ્થિતિઓ એવી હોય છે જ્યારે સૂર્યના સીધા કિરણો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ વિષવવૃત રેખા, 21 જૂનના રોજ કર્ક રેખા અને 22 ડિસેમ્બરના રોજ મકર રેખા પર પડે છે. હકીકતમાં જોવા જઈએ તો ચન્દ્રમાંના પથને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યુ છે. જ્યારે કે સૂર્યના પથને 12 રાશિયોમાં વહેચવામાં આવ્યુ છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં આ 4 સ્થિતિઓને 12 રાશિઓમાં વહેંચવામાં આવી છે જેમાથી 4 રાશિઓ મહત્વપૂર્ણ હોય છે. મેષ, તુલા, કર્ક અને મકરસંક્રાંતિ. 

પાક લહેરાવવા માંડે છે

મકરસંક્રાંતિના દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર પર સંપૂર્ણ અખંડ ભારતમાં નવા પાકના આગમનની ખુશીની લહેરોમાં રૂપમાં ઉજવાય છે. ચોમાસાનો પાક કપાય ચુક્યો હોય છે અને ખેતરોમાં રવીપાક (વસંત ઋતુ)નો લહેરાય છે. ખેતરમાં સરસવના ફૂલ પણ મનમોહક લાગે છે. 

પતંગ મહોત્સવનો તહેવાર 

આ મકરસંક્રાંતિના તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખવામાં આવે છે. પતંગ ઉડાવવા પાછળનુ મુખ્ય કારણ એ છે કે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં રહેવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય પ્રકાશ શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે અને ત્વચા તેમજ હાડકા માટે પણ અત્યંત લાભદાયક હોય છે. તેથી ઉત્સવ પણ ઉજવાય સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે. 

શુભ દિવસની શરૂઆત 

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો હોતો નથી. આવા જે લોકો હોય તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે.  આ જ કારણ હતુ કે ભીષ્મ પિતામહે શરીર ત્યા સુધી ત્યજ્યુ નહોતુ, જ્યા સુધી સૂર્ય ઉત્તરાયન નહોતો થઈ ગયો. 

મકરસંક્રાંતિનું ઐતિહાસિક તથ્ય 

આપણા હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર મકરસંક્રાતિના દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારતના કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકરસંક્રતિના દિવસની જ પસંદગી કરી હતી. મકરસંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળી હતી. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ. તેથી મકર સંક્રાતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. 

મકરસક્રાંતિ લણણી નો તહેવાર પણ કહેવાય છે. મકર સંક્રાંતિ માં મકર એટલે એક રાશિ પણ છે અને સક્રંતિં નો અર્થ થાય છે ચળવળ અથવા તો સ્થળાંતર. જ્યારે સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરે છે તે દિવસે આ તહેવાર આવે છે. આ મકરસંક્રાંતિના દિવસથી વાતાવરણ ધીરે ધીરે સુધરવા લાગે છે અને શિયાળાની વસંત સુધી સંક્રમણને ચિન્હિત કરે છે. વૃક્ષો અને ડાળીઓ ખીલવા લાગે છે. જ્યારે ખેડૂતો લણણી શરૂ કરી દે છે તેમજ આગામી પાકની તૈયારીઓ પણ કરવા લાગે છે.

મકરસંક્રાંતિના દિવસે સ્નાનનું મહાત્મ્ય

હિન્દુ ધર્મમાં કહેવાય છે કે, મકરસંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા જીવનમાં રહેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આથી આ દિવસે દાન, તપ, જપનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે આપવામાં આવેલ દાન તમારા જીવનમાં વિશેષ ફળ આપે છે.

મકરસંક્રાંતિ સાથે કુદરત પણ તેની દિશા બદલી નાખે છે. આ દિવસે લોકો રંગબેરંગી નવા કપડાં પહેરીને રંગબેરગી પતંગ પણ આકાશમાં ઉડાવે છે. મુક્ત આકાશમાં ઉડતા પતંગોને જોઈને પોતાને સ્વતંત્રતાનો અહેસાસ થાય છે.


Exit mobile version