લાભ પાંચમને ગુજરાતીઓ દ્વારા શૌભાગ્ય પાંચમ ૫ણ કહેવામાં આવે છે. આ લાભ પાંચમનો તહેવાર ખાસ કરીને આ૫ણા ગુજરાત રાજયમાં ઉજવવામાં આવે છે. આ દિવાળી તહેવારનો છેલ્લો દિવસ ગણાય છે. જે કારતક સુદ પાંચમના દિવસે લાભ પાંચમ મનાવવામાં આવે છે.
લાભ પાંચમના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવીને માં લક્ષ્મી અને સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દેવી દેવતાઓની પૂજા પણ કરવામાં આવે છે. લાભ પાંચમના દિવસે વેપાર ધંધો કરતા વેપારીઓ ધંધાની શરૂઆત કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે પણ લોકો આ દિવસે શુભ મુહૂર્ત કરે છે. આ દિવસે ખાતા તેમજ ચોપડા પૂજન પણ કરી શકાય છે.
Labh Pancham 2023
આ વર્ષે લાભ પાંચમ 18 નવેમ્બર 2023 શનિવારના રોજ છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. લાભ પાંચમને ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વેપાર ધંધો કરનારા લોકો આ દિવસે પણ શુભ મુહુર્તમાં ભગવાનની પૂજા કરી શુભ મુહુર્તમાં વેપાર ધંધાની શરૂઆત કરે છે. આ લાભ પાંચમ સુખ અને સમૃદ્ધિને વધારે છે તેમજ આમ દરેકની પ્રગતિ થાય છે. ગુજરાતમાં, દિવાળીના તહેવારો લાભ પાંચમ (Labh Pancham) ના દિવસે પૂર્ણ થાય છે અને આ તહેવારનો છેલ્લો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે લાભ પંચમીના દિવસે કરવામાં આવતી પૂજા જે કોઈ પણ વ્યક્તિ પૂજા કરનારના જીવનમાં, વ્યવસાયમાં અને પરિવારમાં લાભ, આરામ અને સૌભાગ્ય લાવે છે. ગુજરાતમાં, મોટા ભાગના દુકાન માલિકો અને વેપારીઓ દિવાળીના તહેવારો પછી લાભ પાંચમ પર તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે છે. તેથી ગુજરાતમાં, લાભ પાંચમ (Labh Pancham) એ ગુજરાતી નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દિવસ છે. આ દિવસે ઉદ્યોગપતિઓ નવા ખાતાનું ઉદ્ઘાટન કરે છે. જેમાં ડાબી બાજુ શુભ, જમણી બાજુ લાભ લખીને અને પ્રથમ પૃષ્ઠની મધ્યમાં સાથિયા દોરવામાં આવે છે.
લાભ પાંચમનું શુભ મુહૂર્ત
લાભ પાંચમ (Labh Pancham) | શનિવાર, નવેમ્બર 18, 2023 ના રોજ |
લાભ પાંચમ (Labh Pancham) | ચોઘડિયા મુહૂર્ત |
સવારે મુહૂર્ત (શુભ) | 08:17 AM થી 09:40 AM |
બપોરે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) | 12:25 PM થી 04:32 PM |
સાંજે મુહૂર્ત (લાભ) | 05:55 PM થી 07:32 PM |
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) | 09:10 PM થી 02:03 AM, 19 નવેમ્બર 2023 |
વહેલી સવારે મુહૂર્ત (લાભ) | 05:18 AM થી 06:55 AM, 19 નવેમ્બર 2023 |
લાભ પાંચમ પૂજા વિધિ
આ લાભ પાંચમના દિવસે લોકો સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને સૂર્ય નારાયણ દેવતાને જળ અર્પણ કરે છે. ત્યાર બાદ શુભ મુહુર્તમાં ભગવાન ગણેશ, શિવજી અને માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા ચંદન, સિંદૂર, અક્ષત, પુષ્પો, દુર્વાથી કરવી જોઈએ અને ભગવાન શિવજીની પૂજા ભસ્મ, બિલ્વપત્ર, ધતુરા, સફેદ વસ્ત્ર અને અર્પણ કરીને કરવામાં આવે છે. તેમજ માં લક્ષ્મીની પૂજા કંકુ, અબીલ, ગુલાલ, અક્ષત અને પીળી મીઠાઈનો ભોગ ધરવામાં આવે છે. ત્યાર બાદ ગણેશજીને પ્રસાદમાં મોદક અર્પણ કરવામાં આવે છે અને દૂધની સફેદ વાનગીઓ શિવને ભોગ અર્પણ કરવામાં આવે છે. ભોગ-પ્રસાદ ચઢાવ્યા બાદ ભગવાન શિવજી, ગણેશજી અને માં લક્ષ્મીની આરતી કરવી જોઈએ. આ દિવસે મંદિરોમાં જઈને ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ.
દિવાળીના તહેવાર ભારતના બીજા ભાગોમાં ભાઈ બીજની સાથે પૂર્ણ થાય છે, પરંતુ ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાભ પાંચમ (Labh Pancham) ની સાથે સમાપ્ત થાય છે.
લાભ પાંચમનું મહત્વ
લાભ પાંચમના દિવસે શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મીની સાથે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વેપાર ધંધામાં ઘણો ફાયદો તેમજ ઇચ્છિત લાભ મળે છે. અને શિવ-પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિની સાથે જીવનમાં આવતા દુઃખો અને અવરોધો દૂર થાય છે. પરિવારમાં સૌભાગ્યની સાથે સુખ-શાંતિ બની રહે છે. લાભ પાંચમ તેમજ દીપાવલી પર પૂજા કર્યા પછી, શુભકામનાઓ અને આશીર્વાદ સાથે ભગવાન શિવ અને ગણેશનું સ્મરણ કરીને વેપાર ધંધાની શરૂઆત તેમજ ખાતાની, હિસાબની ચોપડીઓ લખવાની શરૂઆત કરવામાં આવે છે.
શૌભાગ્ય એટલે સારૂ ભાગ્ય અને લાભ એટલે કે સારો ફાયદો. આ લાભ પાંચમનો દિવસ સારા ભાગ્ય અને સારા ફાયદાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ કોઇ ૫ણ નવા શુભકાર્યના મુહુર્ત માટે યોગ્ય ગણવામાં આવે છે. જેમ કે, કોઈ ઘર ખરીદવું હોય, ઘર માટે વાહન લેવું હોય બાઇક – રિક્ષા , ફોરવિલર કઈ પણ આ દિવસે ખરીદી કરે છે. કોઈ નવો વેપાર ધંધો, દુકાન કાંતો નાનું મોટું કંઈ પણ કાર્યની શરૂઆત આ દિવસે કરવામાં આવે છે. આમ, તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની કોઈ જરૂર હોતી નથી. એવી માન્યતા ૫ણ છે કે આ દિવસે ભગવાનની પૂજા પાઠ કરવાથી વ્યવસાય, ૫રિવાર અને જીવનમાં ઉન્નતિ થાય છે. ગુજરાતમાં દિવાળીની રજાઓ બાદ આ દિવસથી કાર્યની શરૂઆત કરવામાં આવે છે. તેથી લાભ પાંચમ નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ ગણાય છે.
આ દિવસે ગુજરાતના વેપારી ધંધા વાળા લોકો નવી ખાતાવહીની શરૂ કરી છે અને કુમકુમથી શૂભ-લાભ લખી તથા વચ્ચે સાથીઓ દોરી નવા ચો૫ડાની શરૂઆત કરે છે. આ દિવસે હિન્દુ ધર્મના લોકો માં લક્ષ્મીજીની પૂજા કરે છે. જૈન ધર્મના લોકો જ્ઞાનવર્ઘક પુસ્તકની પૂજા કરે છે અને એ વધુ બુદ્ઘિ તથા જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે.
આ૫ણા હિન્દુ ગ્રંથોમાં લાભનો અર્થ શ્લોક દ્વારા સમજવામાં આવ્યો છે. જે નીચે મુજબ ૫રિભાષિત કરવામાં આવ્યો છે.
लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः ।
यशेम इंदेवरा श्याम हुरुदयम थौ जनार्दन ।।
ભાષાંતર: લાભ અને વિજય એના ચરણ ચૂમે છે. જેના હદયમાં શ્યામ રંગવાળા ૫દ્મ સમાન વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. એમનો ૫રાજય કઇ રીતે થઇ શકે.
લાભ પાંચમની શુભેચ્છાઓ
લાભ પાંચમની શુભેચ્છાઓ પાઠવવા માટે આજે લાભપંચમી, જ્ઞાનપંચમી અને સૌભાગ્ય પંચમીનો ખાસ દિવસ છે. લાભ પાંચમનો આ એક એવો દિવસ છે કે જ્યારે લોકો તેમના વેપાર ધંધાની શરૂઆત કરે છે. જો કોઈ વ્યક્તિ નવો વેપાર, ધંધો કે કોઈપણ વ્યવસાય સાથે કોઈ નવી સંસ્થામાં કાર્યની શરૂઆત કરે છે. આ દિવસે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટેનો શુભ સમય પસંદ કરે છે. તો તેઓ માને છે કે તે તેમના માટે સારૂ નસીબ લાવશે. આથી વેપારીઓ ભગવાન ગણેશને અને શિવજીને પ્રાર્થના કરે છે અને તેમના વેપાર ધંધા તેમજ રોજગાર માટે ભગવાન પાસે આશીર્વાદ માંગે છે. વેપારીઓને આશા હોય છે કે આ નવું વર્ષ તેમના માટે સફળ રહેશે.
લાભ પાંચમની શુભેચ્છા શ્લોગણ
આ લાભ પાંચમ થી
માં લક્ષ્મીની કૃપા
આપના પર નિરંતર વરસતી રહે.
શુભ લાભ પાંચમ… શુભેચ્છા…
પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ ભગવાનને પ્રાર્થના… શુભ લાભ પાંચમની શુભેચ્છા…..
નવા વર્ષના આજના શુભ દિનથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં ભરપૂર સમૃધ્ધિ લાવે તેવી પ્રાર્થના… લાભપાંચમની શુભેચ્છાઓ!…
લાભ પાંચમની ઉજવણી
દિવાળીના દિવસે જે લોકો શારદા પૂજન, માં લક્ષ્મીનું પૂજન ન કરી શકયા હોય. તેઓ આ લાભ પાંચમના દિવસે પોતાની દુકાનો, ધંધાકીય સંસ્થાઓ ખોલીને તેમની પૂજા કરી શકે છે.
આ દિવસે લોકો માં લક્ષ્મી અને ગણેશની પૂજા કરીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે પ્રાર્થના પણ કરે છે. ગણેશજીની પૂજાથી બઘા વિઘ્નો ટળે છે. લક્ષ્મીજીની પૂજાથી બંઘ કિસ્મત ખૂલે છે. આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની પૂજા ૫ણ કરવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ શાંતિ અને ખુશીઓ મળે છે.
લાભ પંચમીના દિવસે, સંબંધીઓ, મિત્રો એકબીજાના ઘરે જાય છે, અને મીઠાઈઓ અને ભેટોની આપ-લે કરે છે. કહેવાય છે કે આમ કરવાથી સંબંધોમાં વધુ મધુરતા આવે છે. એકબીજા પ્રત્યે સબંધો જળવાઈ રહે છે.
ભારતના કેટલાક પ્રદેશોમાં, લાભ પંચમીના દિવસે, લોકો વિદ્યાની પૂજા કરે છે, અને શાણપણ, જ્ઞાન માટે પ્રાર્થના કરે છે.
લાભ પંચમીના દિવસે લોકો દાન પુણ્ય પણ કરે છે. અમુક લોકો જરૂરિયાતમંદ લોકોમાં કપડાં, મીઠાઈઓ, પૈસા અને અન્ય જરૂરી વસ્તુઓનું વિતરણ કરે છે.
લાભ પંચમીના દિવસે, લોકો એકબીજાને આવનારા સમયમાં સારા લાભ માટે, ફાયદા માટે અભિનંદન આપે છે. માર્ગ દ્વારા, મહાન શાસ્ત્રીઓ અને ઋષિ મૂનિઓના કહયા અનુસાર, માનવ જીવનને પ્રાપ્ત કરવું એ દરેક વ્યક્તિ માટે સૌથી મોટો લાભ છે, આ વાતને યાદ રાખીને માનવીએ દુનિયાની વસ્તુઓની પાછળ ન ભાગવું જોઈએ. પરંતુ આધ્યાત્મિક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ભારતના અન્ય ભાગોમાં, દિવાળીનો તહેવાર ભાઈબીજના દિવસે પુરો થાય છે. પાંચ દિવસનો આ દિવાળીનો તહેવાર ભાઈબીજના દિવસે પૂર્ણ થાય છે. આ દિવાળીનો તહેવાર મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં આ પાંચ દિવસનો તહેવાર હોય છે, જ્યાં ધનતેરસ, કાળી ચૌદસ, દીવાળી, (અન્નકૂટ) નૂતન વર્ષ અને ભાઈ બીજના તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાતમાં, આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને લાભ પંચમીમાં સમાપ્ત થાય છે. દિવાળી પછીના બીજા દિવસે ગુજરાતમાં લોકો ૨-૩ દિવસના મીની પિકનિક માટે ફરવા નિકળી જાય છે. લાભ પંચમીના દિવસે બધા લોકો ફરીથી પોતપોતાના કામ પર પાછા ફરે છે અને નવા વર્ષમાં કામની શરૂઆત કરે છે.
હું આશા રાખું છું કે તમને અમારો LABH PANCHAM 2023 | લાભ પાંચમની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ
આ બ્લોગ તમને બધાને ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર તહેવાર, શ્લોક, બાયોગ્રાફી, હેલ્થ ટિપ્સ અને વિવિધ માહિતી અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ બ્લોગ તમારા માટે ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમારા માટે પ્રેરકબળ રૂપ છે.