Site icon takshlifes.com

કાળી ખજૂરના ફાયદા | Benefits of Black Khajur

આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ દરેક પ્રકારની ખજૂર મળતી હોય છે. આપણને સૌ ને દરેક જગ્યાએ બજારમાં ઘણી અલગ-અલગ પ્રકારની ખજૂર જોવા મળે છે. જે બજારમાં તમને ભીની, સૂકી, પીળી, લાલસા પડતી અને કાળી ખજૂર મળી શકે છે. દરેકની પંસદ પ્રમાણે લોકો ખજૂરની ખરીદી કરતા હોય છે. આપણે કોઈપણ રૂપમાં તે ખજૂરનું સેવન કરી શકીએ છીએ. જેને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. હવે, આપણે આ આર્ટિકલમાં કાળી ખજૂર વિશેની વિસ્તૃત માહિતી જાણીશું.

આ કાળી ખજૂર તેના નામ પ્રમાણે જ દેખાવમાં પણ કાળી હોય છે. આ કાળા પ્રકારની ખજૂર સૂકી ખજૂર તરીકે પણ બજારમાં જોવા મળે છે. દરેક માણસના સ્વાસ્થ્ય માટે કાળી ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે. કાળી ખજૂરમાં ડાઈટ્રી ફાઈબર, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવાં પોષકતત્વો હોય ભરપૂર પ્રમાણમાં હોય છે.

કાળી ખજૂર

કાળી ખજૂરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફૉસ્ફરસ જેવા ઘણા બધા પોષક તત્વોથી ભરપુર હોય છે. જે શરીરના હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ કાળી ખજૂરના સેવનથી દાંત અને પેઢાંને મજબૂત થાય છે. કાળી ખજૂરમાં સૌથી વધુ ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે, જે શરીરમાં ઑક્સિજનનું સ્તર વધારે છે. આ કાળી ખજૂર લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે.

કાળી ખજૂરમાં રહેલા કેટલાક ગુણો તમને શરીરમાં થતી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી બચાવે છે. આપના આર્યુવેદિકના એક્સપર્ટ પણ તમને કાળી ખજૂર ખાવાની સલાહ આપતા હોય છે. કાળી ખજૂરના સેવનથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. તેમજ શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય છે. સ્ત્રીઓના શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.

કાળી ખજૂર સેવન

કાળી ખજૂરનું સેવન તમે દરરોજ સવારમાં બ્રશ કર્યા પછી નરણા કોઠે ખાલી પેટે બેથી ત્રણ કાળી ખજૂર ખાવી શરીર માટે ખૂબ જરૂરી છે. દરરોજ રાત્રે સૂતાં પહેલાં દૂધ સાથે અથવા તો દૂધમાં ઉકાળીને ખજૂરનું સેવન કરવું એ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ રાત્રે 3-4 ખજૂરને પાણીમાં પલાળી રાખવી અને સવારે ઊઠી તેનું રેગ્યુલર સેવન કરવું જોઈએ. આ સિવાય આ કાળી ખજૂરનો શેક અને લાડુ બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે.

કાળી ખજૂરનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું?

કાળી ખજૂરનું સેવન યોગ્ય સમયે કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો તમે સવારે વહેલા ઊઠીને નરણા કોઠે પલાળેલી આ કાળી ખજૂર ખાવ તો તે તમારા માટે રામબાણ ઈલાજ છે. બપોરના સમયે પણ તમે કાળી ખજૂર ખાઈ શકો છો અને રાત્રે સૂતી વખતે ઘી અથવા તો દૂધ સાથે કાળી ખજૂરનું સેવન તમે કરી શકો છો. હવે, આ કાળી ખજૂરની 2 પેશી અથવા તો 4 પેશી ખાવી શરીર માટે ફાયદાકારક છે. આથી વધારે ખાવામાં આવે તો તે શરીરને નુશાનકારક સાબિત થાય છે.

કાળી ખજૂરનું સેવન કેવી રીતે કરવું જોઈએ?

આપણે સૌ ને આ કાળી ખજૂરનું સેવન યોગ્ય રીતે કરવાનું આવડતું હોતું નથી, જેથી તેનો પૂરો ફાયદો આપણને મળે. હવે, આપણે નિષ્ણાતોના મતે જોવા જઈએ તો પલાળેલી કાળી ખજૂરનું સેવન કરવાથી તેમાં રહેલા ટેનીન અને ફાઈટીક એસિડ દૂર થઈ જાય છે. જેના કારણે આપણે ખજૂરમાંથી પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ. જે આપણા શરીરને પચવામાં સરળ હોય છે.

બાળકો માટે કાળી ખજૂરનું સેવન

આ કાળી ખજૂરનું સેવન કરવું બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે કાળી ખજૂરના સેવનથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો બાળકોના શરીરનું વજન ઓછું હોય તો કાળી ખજૂરના સેવનથી તે વધે છે. જો બાળકોમાં લોહીની ઉણપ હોય તે કાળી ખજૂર ખાવાથી દૂર થાય છે, કાળી ખજૂરમાં રહેલા પોષક તત્વો દ્વારા શરીરમાં નવું લોહી ઝડપી બને છે. કાળી ખજૂર ખાવાથી બાળકોને તાવ આવતો નથી.

કાળી ખજૂર ખાવાના ફાયદા

કાળી ખજૂર ખાવાથી આપણા સૌ લોકોના સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે. હવે, આપણે સૌ જાણીએ છીએ કે આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં ઘણા મોટા ભાગના લોકોને ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. આ સમયમાં જો તમે દરરોજ કાળી ખજૂરનું સેવન કરો છો તો તમારા શરીરને અનેક ઘણા ફાયદા થાય છે. તેમજ શરીરની ઘણી ખરી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે. જો તમે નિયમિત રીતે કાળી ખજૂરનું સેવન કરો છો તો દવા લેવાની પણ જરૂર પડતી નથી. કાળી ખજૂર ખાવાથી આપણા શરીર અને ત્વચાને થતા આ અઢળક ફાયદાઓ નીચે મુજબ છેઃ

કમરનો દુખાવો દૂર થાય

જો તમે કમરમાં વારંવાર દુખાવાથી પરેશાન છો અને તમે આ કમરના દુખાવાથી કંટાળી ગયા છો તો તમારે દરરોજ સવારમાં કાળી ખજૂર ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. આ માટે તમે દરરોજ સવારે નરણા કોઠે ત્રણથી ચાર ખજૂર ખાશો તો તમને કમરના દુખાવામાંથી છૂટકારો મળી જશે. કાળી ખજૂરમાં રહેલા ગુણો તમને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી બચાવે છે. કાળી ખજૂરને આર્યુવેદિક એક્સપર્ટ પણ ખાવાની સલાહ આપતા હોય છે.

શરીરના હાડકાં માટે ફાયદાકારક

શરીરમાં હાડકાંમાં જો કોઈ કારણસર ફ્રેક્ચરનું થયું હોય તો તે જોખમ ઓછું કરવાની સાથે આ કાળી ખજૂર હાડકાંને મજબૂત પણ બનાવે છે. કાળી ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફૉસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે, જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ કાળી ખજૂરના સેવનથી તમારા મોઢાના દાંત અને પેઢાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શરીરનું પાચનતંત્રને મજબૂત બનાવે

જો તમારા પેટને સ્વસ્થ રાખવા માટે કાળી ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે. કારણકે તેમાં ડાઈટ્રી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે તમારી પાચનશક્તિને મજબૂત બનાવે છે. આ શરીરની પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવાની સાથે એ તમારા પેટને પણ સ્વસ્થ રાખે છે. આ કાળી ખજૂરના સેવનથી શરીરમાં થતો ગેસ, અપચો, ખરાબ પાચન જેવી સમસ્યાઓથી તમને કાયમ માટે છૂટકારો મેળવવામાં મદદ મળે છે.

શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય

કાળી ખજૂર ખાવાથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. કાળી ખજૂર ખાવાથી શરીર કાર્યરત અને મજબૂત થાય છે. કાળી ખજૂરમાં રહેલા પોષક તત્વો તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે અને તમને ઘણી અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. કાળી ખજૂર જો તમે બાળકોને ખવડાવો છો તો પણ તેનો અનેક ઘણો ફાયદો થાય છે. કાળી ખજૂર ખાવાથી નાના બાળકોને તાવ જલદી આવતો નથી.

શરીરમાં લોહી સારું થાય

જો તમે દરરોજ કાળી ખજૂરનું સેવન કરો છો તો તમારા શરીરમાં લોહીનું સ્તર સારું થાય છે. કાળી ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે તમારા શરીરમાં ઑક્સિજનનું સ્તર વધારે છે. આ સાથે તે લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે. તે ઘણાં લોકોમાં લોહીની ઉણપ હોય તે દૂર કરે છે. આ શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવા માટે કાળી ખજૂર ખાવી ખૂબ જ જરૂરી છે. કાળી ખજૂર ખાવાથી શરીરમાં લોહી ઝડપી બને છે.

શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે

કાળી ખજૂરમાં રહેલા પોષક તત્વો જેવા કે મેગ્નેશિયમ, પોટેશિયમ જેવાં મિનરલ્સ તમારા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ જરૂરી છે. જે તમને કાળી ખજૂરમાં ભરપૂર માત્રામાં જોવા મળતા હોય છે. તે તત્વો તમારા લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

શરીરમાં હ્રદયરોગનું જોખમ ઓછું કરે

જો તમારા શરીરમાં હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે તો, શરીરમાં હ્રદય રોગનું જોખમ પણ વધે છે. પરંતુ, આ કાળી ખજૂર ખાવાથી તેને નિયંત્રિત કરી શકાય છે અને તમારા દિલને સ્વસ્થ રાખી શકાય છે. કાળી ખજૂર તમારા શરીરને હાર્ટ અટેક, ફેલિયર અને સ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચાવે છે.

ત્વચા પર કુદરતી નિખાર લાવે

ત્વચા પર કુદરતી નિખાર લાવવા માટે તમારે દરરોજ કાળી ખજૂર ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. કાળી ખજૂર ખાવાથી ત્વચા પર સુંદર નિખાર આવે છે અને સાથે ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થઇ જાય છે.

આપણે બધા સમજીએ છીએ કે કાળી ખજુરની તાસીર ગરમ હોય છે પરંતુ, એવું કંઈ હોતું નથી. કાળી ખજૂરની તાસીર અત્યંત ઠંડી અને શરીરને એનર્જી પૂરી પાડે છે અને પિત્ત વિકૃતિઓ માટે તે શ્રેષ્ઠ કાર્ય કરે છે. આમ, કાળી ખજૂર નાના બાળકો, મોટેરાઓ અને વૃદ્ધો માટે તેનું સેવન ઉત્તમ તરીકે કરવામાં આવે તો તે દરેક વ્યક્તિ માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.

Disclaimer:  આપણા શરીરના આરોગ્ય અને સુખમય સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા મળી રહે તે હેતુથી અહી ઉપલબ્ધ છે. આ અહી આપેલ આર્ટિકલમાં તબીબ, વૈદ્ય અને નિષ્ણાતો દ્વારા રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. આનો મુખ્ય હેતુ વાંચકોની જાગૃતિ વધારવાનો છે. આ લેખ કોઈપણ યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે ડોકટરની સલાહ લેવી. Takshlifes.com આના માટે કોઈપણ પ્રકારની જવાબદારીનો દાવો કરતું નથી. ધન્યવાદ.

Exit mobile version