26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન એટલે ગણતંત્ર દિવસ

ભારત દેશમાં 26 મી જાન્યુયારીના દિવસે ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવણી થાય છે

26 જાન્યુઆરીના દિવસે દરેક ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારની શાળાઓ, મહાશાળાઓ અને સરકારીઓ કચેરીઓમાં ધ્વજવંદનનો પોગ્રામ રાખવામાં આવે છે

ભારત દેશમાં રાષ્ટ્રઘ્વજને સલામી આપવાની સાથે-સાથે આપણું રાષ્ટ્રગાન “જન ગણ મન” પણ ગાવામાં આવે છે

દરેક શાળાઓમાં ધ્વજવંદન અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો ગરબા, ડાન્સ, અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે

દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના ‘રાજપથ‘ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે અને રાષ્ટ્રગાન “જન ગણ મન” ગાવામાં આવે છે

આ પ્રજાસતાક દિનમાં આપણા લશ્કરની ત્રણે પાંખો લશ્કરી વાહનો સાથે ‘રાજપથ’ પર પરેડ કરે છે

ભારત દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવે છે

ભારતીય સેનાના વીરોને તેમની દેશ પ્રત્યેની વિશિષ્ઠ સેવા બદલ મેડલથી સન્માનિત કરવામાં આવે છે

ભારતમાં ‘તિરંગા’નો અર્થ ભારતીય “રાષ્ટ્રીયધ્વજ” થાય છે

Tooltip
Tooltip

Click Here